Published by : Rana Kajal
હવે એક જ છોડ ઉછેરો અને જાત જાતની શાકભાજી ઉગાડો… નવી નવી શોધો થતી રહે છે તેની સાથે સાથે નવા પ્રયોગો પણ થતા રહે છે. હવે નવી શોધો કરવામા ખેડુતો પણ બાકાત રહ્યા નથી..જેમ કે ભારતના હિમાચલ પ્રદેશના ખેડુતે ઍક અનોખી કમાલ કરી છે. ખેડૂત પરવિન્દર સિંહે કલમ પદ્ધતિનો ઉપયોગ કરી એકજ છોડ પર બટાકા, રીંગણ અને ટામેટા ઉગાડવામાં સફળતા મેળવી હતી. અત્રે નોંધવું રહ્યું કે આબોહવા અને અન્ય બાબતો મુજબ બટાકા, રીંગણ અને ટામેટા તદ્દન અલગ અલગ શાકભાજી છે તેમજ આ શાકભાજીઓ માટે જરૂરી આબોહવા પણ જુદી જુદી હોવા છતાં ઍક જ છોડ પર આ ત્રણ શાકભાજી ઉગાડવામાં સફળતા સાપડી હોવાથી હવે એ સમય દુર નથી જ્યારે ઍક જ છોડ પરથી અલગ અલગ શાકભાજી મોટા જથ્થામાં ઉગાડી શકાય.