Published By : Parul Patel
ભરૂચ જીલ્લાના મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન, એક્સપ્રેસ વે જેવા પ્રોજેક્ટસના કારણે ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ઘુસી જવાના મુદ્દે ભરૂચ ખેડૂત સન્મય સમિતિ કલેકટરને આવેદન પત્ર પાઠવાયું હતું.
ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે આજરોજ ખેડૂત આગેવાન નીકુલ પટેલ સહિત ભરૂચ ખેડૂત સન્મય સમિતિના સભ્યોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતા જ પ્રથમ વરસાદમાં જ ખેડૂતો પાયમાલ થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.ભરૂચમાં બુલેટ ટ્રેન,એક્સપ્રેસ-વે અને ગુડઝ ટ્રેનના મોટા પ્રોજેક્ટોને લઇ ખેડૂતોના નીચાણવાળા ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવો થતા ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન થઇ રહ્યું છે.જેનું વળતર આપવા સાથે પરીયેજ, કોઠી, મનુબર, થામ, સરનાર,વાહલુ, દહેગામ, દયાદરા, આમોદ સમની ગામો સહિતના હાંસોટ તાલુકાઓના ગામના ખેડૂતોના ખેતરોમાં પ્રથમ વરસાદે જળબંબાકારની સ્થિત સર્જાતા ખેતરમાં કારેલી,મગ મઠિયા,ચણા,તુવેર કપાસ સહિતના અનેક પાકો નસ્ટ થઇ ગયા હોવાના આક્ષેપ કર્યા છે.ત્યારે વહેલી તકે વરસાદી પાણીનો નિકાલ કરવા સાથે યોગ્ય વળતર ખેડૂતોને ચુકવવાની માંગ કરી છે.