Published by : Rana Kajal
આજે ખોડલધામ ખાતે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ખોડલધામ મંદિરના પ્રાણ પતિષ્ઠા મહોત્સવને 6 વર્ષ પૂરા થઈ ગયા અને સાતમાં વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે. ત્યારે મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખોડલધામ પહોંચ્યા હતા. તેમણે માતાજીના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા અને મા ખોડલને ધજા ચડાવી હતી. જેમાં આજે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના અગ્રણીઓ તથા રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ખોડલધામના નવા 51થી વધુ ટ્રસ્ટીઓની વરણી કરવામાં આવી છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી અને UPના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલનો પણ સમાવેશ થાય છે. આમ અનાર પટેલ હવે ખોડલધામના નવા ટ્રસ્ટી બની ગયા છે. મોટી સંખ્યામાં ભક્તો મા ખોડલના દર્શન કરવા માટે આવવાના હોઈ વ્યવસ્થાના ભાગ રૂપે 4000થી પણ વધુ સ્વયંસેવકો અને પોલીસ સ્ટાફ ખડેપગ રહેશે.