આપનું ભારત એ આયુર્વેદનું ભારત ગણવામાં આવે છે. દરેક શાકભાજી અને દરેક ખોરાકમાં કઈકને કઇંક ખૂબી રહી છે. ત્યારે સરગવાની સીંગ કે જે સર્વ સામાન્ય છે પરંતુ તેના ગુણ અસામાન્ય છે. ગટરના અશુદ્ધ પાણીને પણ શુદ્ધ કરવાની તાકાત આ સરગવો ધરાવે છે તો વિચારો કે આપના શરીરની ગંદકીને પણ કેટલું શુદ્ધ કરતી હશે આ સીંગ…
સરગવાની સીંગ માનવીના આરોગ્ય અંગે ખુબ ગુણકારી છે તે અંગે લગભગ તમામને જાણકારી હોવા છતાં ભારત જેવા દેશમાં સરગવાના ઉત્પાદનની સામે તેનો થતો ઉપયોગ ખુબ નહિવત છે. હાલમાં જ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગ દ્વારા મહત્વનું સંશોધન કરવામાં આવ્યું અને આ સંશોધનના પરિણામે એમ જાણવા મળ્યું કે સરગવાની સીંગમાં અશુધ્ધ પાણીને શુદ્ધ કરવાની ક્ષમતા પણ કુદરતે આપી છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગના ડો સુહાસ વ્યાસ, ડો દુષ્યંત દુધાગરા અને ડો વૈશાલી વારસાનીની ટીમે સંશોધન કરતા સરાગવાની સીંગમાં રહેલ બીજને અલગ કરી તેના ગર્ભને સૂકવી પાવડર બનાવી તેમાં એસિડિક દ્રાવણ મેળવી ફરી સૂકવી દેવાથી તૈયાર થતો પાવડર અશુધ્ધ પાણીને પણ શુધ્ધ કરી શકે છે.આ બાબત અંગે હજી ઘણી પ્રોસેસ કરવાની બાકી છે. સરગવો આમ પણ મનુષ્યના આરોગ્ય માટે ખૂબ ગુણકારી છે. હાડકાના દુખાવા, અશક્તિ તમામ બાબતોમાં સરગવાનું સેવન લાભકારક સાબિત થાય છે.