અંકલેશ્વરના ગડખોલ ગામની વિજય નગર સ્થિત જલારામ સોસાયટીમાં આવેલ દુકાનમાં ગેરકાયદેસર રીતે એક ઇસમ મોટા સિલિન્ડમાંથી નાના બોટલોમાં ગેસ રિફીલિંગ કરે છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પર ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડ રિફીલિંગ કરતા એક ઇસમને પકડી પાડ્યો હતો

પોલીસે સ્થળ પરથી 5 ગેસના સિલિન્ડર અને રિફીલિંગ પાઇપ,વજન કાંટો મળી કુલ 13 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ચંડાલ ચોકડી સ્થિત ભૈયા નગરીમાં રહેતો શ્રીનાથસિંહ સીતારામસિંહને ઝડપી પાડ્યો હતો.