ભરૂચ જિલ્લા પંચાયત સંકુલ ખાતે અંકલેશ્વરના ગડખોલ ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનોએ તલાટી અને સરપંચની દાદાગીરી વિરુદ્ધમાં ધરણા પ્રદર્શન યોજી વિરોધ નોંધાવ્યો હતો અને ગામના તલાટી દીરવાબેન પટેલ,સરપંચના પુત્ર રોહન પટેલની મિલી ભગતમાં સરકારી નાણામાં ૨૦ લાખની ઉચાપત કરી છે જે બાબતે અનેકવાર મૌખિક અને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ હાલ સુધી કોઈપણ જાતના પગલા લેવામાં આવ્યા નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે.

તલાટી અને સરપંચની દાદાગીરી વિરુદ્ધમાં ધરણા પ્રદર્શન
તલાટી ક્રમ મંત્રીની તાત્કાલિક બદલી નહિ કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જીલ્લા પંચાયત કચેરી ખાતે ઉપવાસ આંદોલન ઉતારવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જેને પગલે આજરોજ ગામના સભ્યો અને ગ્રામજનોએ તલાટી અને સરપંચ પુત્રની દાદાગીરી સામે ધરણા પ્રદર્શન યોજી વિરોધ નોંધાવ્યો હતો.