ગણપતિ દાદાને વધાવવાની તૈયારી જોરશોરથી શરૂ થઈ ગઈ છે. આ તૈયારીમાં ગણપતિ દાદાની પ્રિય મીઠાઈ મોદક બનાવવાનું કેવી રીતે ભૂલી શકાય ? તમે ઘરે જ બનાવી શકો છો સ્વાદિષ્ટ મોદક
સામગ્રી :
- 2 કપ ચોખાનો લોટ
- 1 ચમચી ખાંડ
- 2 કપ ગોળકોપરાનું છીણ
- 2 કપએલચી પાવડર
- 1 ચમચી તલનું તેલ

મિશ્રણ તૈયાર કરવાની રીત :
પહેલા તો કોપરાની છીણને સહેજ શેકી લો. 2 કપ પાણીમાં ગોળ નાંખી તેને ઉકળવા દો. જ્યારે ગોળ ગાઢ થવા માંડે ત્યારે તેમાં શેકેલુ કોપરાનું છીણ નાંખીને એલચી પાવડર મિક્સ કરી દો.
મિશ્રણને ગેસ પરથી ઉતારીને અલગ રાખી દો.
લોટ બાંધવાની રીત :
ચોખાના લોટમાં 2 કપ ગરમ પાણી નાંખી તેલ અને ચપટી નમક નાંખો અને લોટ વ્યવસ્થિત રીતે બાંધી લો. આ લોટના મિડીયમ સાઈઝના લૂઆ પાડો. તમે ઈચ્છો તો ચણાના લોટથી પણ લોટ બાંધી શકો છો.
મોદક બનાવવાની રીત :
લૂઆની વચ્ચે નારિયેળ અને ગોળનું મિશ્રણ ભરીને તેને મોદકનો શેપ આપી દો. મોદક વળાઈ જાય પછી લોટ ચડી જાય ત્યાં સુધી તેને સ્ટીમ આપો તૈયાર છે તમારા મોદક
ટિપ્સ : લોટને 5 થી 10 મિનિટ સુધી બાંધવો જેથી તેમાં કોઈ ગાંઠ ન રહી જાય. મોદકનો આકાર આપતી વખતે હથેળીને ચીકણી કરવાનું ન ભૂલવુ. જો ચણાના લોટના મોદક બનાવવા હોય તો તેમાં પાણી નાંખવાની જરૂર નથી. તેને ઘીથી પણ બાંધી શકાય છે.