ગણપતિ બાપ્પાને ધરાવો તેમની મનભાવતી મીઠાઇ જે બાપ્પાને અતિ પ્રિય છે. ગણેશચતુર્થી દરેક ઘરમાં આનંદ – ઉલ્લાસથી ઊજવાય છે . આ પાવન પર્વમાં બાપ્પાને ખુશ કરવા માટે બનાવો ઘરે સહેલાઈથી બનતી મીઠાઈ જે છે ઓટ્સ વર્મિસેલી લાડુ
સામગ્રી
વર્મિસેલી – અડધો કપ
ઓટ્સ – અડધો કપ
ખાંડ – અડધો કપ
ઈલાયચી પાઉડર – પા ચમચી
કાજુટુકડા અડધો કપ
દૂધ – પા કપ
બદામ – પા કપ
રીત
કડાઈને ધીમા તાપે ગરમ થવા મૂકો. ગરમ કડાઈમાં વર્મિસેલી ઉમેરો. સહેજ રંગ બદલાય અને સુગંધ આવે ત્યાં સુધી તેને શેકો. હવે તેને સાઈડમાં રાખો અને એ જ પેનમાં ઓટ્સને શેકો. મિક્સર જારમાં ઓટ્સ , કાજુ , બદામ અને ખાંડને ક્રશ કરી પાઉડર બનાવી લો . હવે એક બાઉલમાં ઓટ્સ મિશ્રણ , વર્મિસેલી અને દૂધને મિક્સ કરો . હથેળી પર થોડું ઘી લગાવીને લાડુ વાળી લો. લાડુને ફ્રિજમાં સેટ થવા માટે એક કલાક મૂકો. એરટાઈટ ડબ્બામાં આ લાડુને ભરી લેવા.