Home News Update Nation Update ગરૂડેશ્વરની કોયારી પ્રાથમિક શાળાનો મુખ્ય શિક્ષક નશાની હાલતમાં બેન્ચીસ ઉપર સુઈ રહ્યો...

ગરૂડેશ્વરની કોયારી પ્રાથમિક શાળાનો મુખ્ય શિક્ષક નશાની હાલતમાં બેન્ચીસ ઉપર સુઈ રહ્યો હોવાનો વિડીયો વાયરલ…

0

Published by : Vanshika Gor

  • પાટલી ઉપર પીધેલી હાલતમાં સુતેલા શિક્ષકનો વિડીયો એસ.એમ.સી અધ્યક્ષે ઉતારી વાયરલ કર્યો
  • જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસનો આદેશ કરતા તાલુકા શિક્ષણાધિકારી શાળાએ દોડી ગયા
  • નવરાત્રીના ઉપવાસમાં બીપીનો દર્દી હોય ગોળી ગળી એટલે ચક્કર આવ્યા અને હું શુઈ ગયોની શિક્ષક રાજેશ વાસદીયાની કેફિયત

ગુજરાતમાં કેવી રીતે ભણશે બાળકો. જ્યાં મુખ્ય શિક્ષક જ ચાલુ સ્કૂલે વર્ગખંડમાં નશાની હાલતમાં પડ્યો હોય. આદિવાસી નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાની કોયારી પ્રાથમિક શાળાનો મુખ્ય શિક્ષક પીધેલી હાલતમાં પાટલી ઉપર પડ્યો હોવાના વિડીયોએ શિક્ષણ જગતમાં અનેક સવાલો ઉભા કર્યા છે.નર્મદાના ગરુડેશ્વર તાલુકાના કોયારી ગામે પ્રાથમિક શાળાનો મુખ્ય શિક્ષક નશાની હાલતમાં સ્કૂલમાં બેન્ચીસ પર સુતેલા હોવાનો વિડીયો વાયરલ થતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તાલુકા શિક્ષણાધિકારીને તાપસ સોંપતા દોડધામ મચી હતી.

https://narmadanews.co.in/wp-content/uploads/2023/03/WhatsApp-Video-2023-03-24-at-5.01.09-PM.mp4

ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે ખરી પણ કેવી છે એ આ કિસ્સો જોતા ખબર પડી જશે. એક શિક્ષક રાજેશ વાંસદિયા નશો કરેલી હાલતમાં સ્કૂલમાં સુતો હતો. જેનો વિડીયો એસ.એમ.સી અધ્યક્ષે ઉતારી વાયરલ કર્યો હતો.તો શું આવી રીતે ભણશે ગુજરાત શિક્ષકો પર કોઈ લગામ રહી નથી.એક તરફ વિધાર્થીઓ શાળામાં ભણવા આવ્યા છે પણ શિક્ષક દારૂ પી શાળામાં સુઈ ગયો છે.

ગુજરાત સરકાર ગામડાઓમાં ભણતર સારું ચાલી રહ્યું છે. તેવા દાવા કરી રહી છે. ત્યારે આવા શિક્ષકો પણ સરકાર કેવા પગલાં લેશે. આ કથિત વિડીઓના આધારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગોપાલ તડવી શાળામાં તપાસ કરવા પહોંચ્યા પણ તેઓ પણ શિક્ષકનો બચાવ કરતા નજરે પડ્યા હતા.હદ તો ત્યાં થઈ કે જે શિક્ષક નશાની હાલતમાં હતા તે રાજેશ વાસડીયા જાતે એમ કહી રહયા છે કે નવરાત્રીનો ઉપવાસ હોય બીપી નો દર્દી હોય ગોળી ગળી એટલે ચક્કર આવ્યા અને હું શુઈ ગયો હતો. ત્યારે હવે તાપસ કમિટીમાં શિક્ષક નિર્દોશ છૂટી જાય છે કે કસૂરવાર ઠેરવાય છે એ જોવું રહ્યું.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version