Published by : Rana Kajal
મહારાષ્ટ્રના મુંબ્રામાં ધર્માંતરણ કેસના આરોપી શાહનવાઝ ઉર્ફે બદ્દોને પોલીસે ઝડપી લીધા બાદ પોલીસ તેને કોર્ટમાં રજૂ કરશે. આ પછી જો કોર્ટ આદેશ કરશે તો શાહનવાઝને યુપી પોલીસને સોંપવામાં આવશે. જૉકે આ પહેલા પોલીસ આરોપીને મેડિકલ ટેસ્ટ કરાવવા માટે કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. તેના પર લોકોને ધર્મ પરિવર્તન માટે સમજાવવાનો આરોપ છે. તેણે લગભગ 400 લોકોને ધર્મ પરિવર્તન કરાવ્યું છે. મહારાષ્ટ્ર પોલીસે બદ્દોની રાયગઢના અલીબાગથી ધરપકડ કરી છે. તે ત્યાં એક લોજમાં રહેતો હતો. બદ્દોની ઉંમર 23 વર્ષ હોવાનું કહેવાય છે. તે ઓનલાઈન ગેમિંગ એપ દ્વારા લોકોને પોતાની જાળમાં ફસાવતો હતો. બદ્દો વિરુદ્ધ ગાઝિયાબાદના કવિ નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારથી તેના પર ધર્માંતરણનો આરોપ લાગ્યો ત્યારથી તે યુપીમાંથી ભાગીને મહારાષ્ટ્ર ભાગી ગયો હતો. જૉકે ઉત્તર પ્રદેશની પોલીસ તેના મોબાઈલ લોકેશનને સતત ટ્રેસ કરી રહી હતી. દરમીયાન પોલીસને ખબર પડી કે તે મુંબઈના વર્લીમાં છે. પરંતુ, પોલીસ ત્યાં પહોંચતાની સાથે જ તે વર્લીથી ભાગી ગયો હતો. ત્યારબાદ પોલીસને ખબર પડી કે તે રાયગઢમાં છે. આ પછી પોલીસે શાહનવાઝની અહીંની એક લોજમાંથી ધરપકડ કરી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર બદ્દો વારંવાર તેના મોબાઈલનું સિમ અને લોકેશન બદલી રહ્યો હતો. કદાચ આ જ કારણે પોલીસને તેની ધરપકડ કરવામાં મુશ્કેલી પડી હતી. જૉકે હવે તે ઝડપાઈ જતા તેની તપાસ દરમિયાન તેનાં સાથીદારોની પણ ઓળખ થાય તેવી સંભાવના જણાઈ રહીં છે