Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratગામજનોનો કંપની સામે વિરોધ ભભુકી ઉઠયો....

ગામજનોનો કંપની સામે વિરોધ ભભુકી ઉઠયો….

વલસાડ

વલસાડના વાંકાલમાં ખાનગી કંપનીનું બાંધકામ અટકાવવા ટોળાએ પથ્થરમારો કર્યો. ફરજ પર રહેલા વોચમેનને માર મારતા અફરાતફરી મચી ગઇ હતી.

વલસાડના વાંકાલ ખાતે ખાનગી કંપનીનું બાંધકામ ચાલી રહ્યું છે. ત્યારે સ્થાનિક લોકો કંપની સામે વિરોધ નોંધાવી રહ્યા છે. તાજેતરમા કંપનીમાં બાંધકામ ચાલી રહ્યુ હતુ એ દરમ્યાન તા 8 ડિસેમ્બરની રાત્રીએ સ્થાનિક લોકોના ટોળાએ પથ્થર મારો કરીને વિરોધ કર્યો હતો ઉશ્કેરાયેલા 5 ઈસમો લોખંડનો સળિયો તથા લાકડીઓ લઈને આવી પહોંચ્યા હતા. અને તેઓએ કંપનીમાં ફરજ બજાવતા સિક્યુરિટીમાં ગાર્ડને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી અન્ય વોચમેન અને કંપનીના મેનેજરે 108ની ટીમની મદદ લઈને વોચમેન ને ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. ત્યાર બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

વાંકાલ ખાતે ખાનગી કંપનીનું બાંધકામ ચાલી રહ્યું છે. સ્થાનિક લોકોએ કંપની વિરુદ્ધ પંચાયતમાં વિરોધ નોંધાવ્યો હતો તેમ છતા કંપની સંચાલકોએ કંપનીનું બાંધકામ કરી રહ્યા હતા. સ્થાનિક લોકોએ વારંવાર કંપની વિરુદ્ધ સુર બોલાવી રહ્યા હતા. જે દરમિયાન 8 ડિસેમ્બરની રાત્રીએ સ્થાનિક લોકોએ કંપનીમાં પહોંચી પથ્થર મારો કર્યો હતો. જેથી ફરજ ઉપર રહેલા વોચમેને બુમો મારી હતી. થોડી વાર બાદ ફરી પથ્થર મારો કરીને 25થી વધુ લોકો કંપનીની કમ્પાઉન્ડ વોલ કૂદીને કંપનીમાં ગેરકાયદેસર રીતે આવી ગયા હતા. અફરાતફરી મચી ગઇ હતી વોચમેન તરીકે ફરજ બજાવતા બ્રિજમોહન સીતારામ કોરી તથા અન્ય વોચમેનને સ્થાનિક લોકો મહેશ પટેલ, ધર્મેશ પટેલ, શંભુ ઉર્ફે સુરેશ પટેલ, નટુ પટેલ લોખંડના સળિયા તથા લાકડીઓ લઈને આવી પહોંચ્યા હતા અને વોચેનને ઢોર માર મારવા લાગ્યા હતા. જૉકે

ઘટનાની જાણ કંપનીના અન્ય વોચમેન અને મેનેજરને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેને લઈને કેટલાક લોકો કમ્પાઉન્ડ વોલ કૂદીને ભાગી ગયા હતા. વોચમેનને માર મારી રહેલા લોકોએ કંપનીનો વિરોધ ચાલી રહ્યો હોવા છત્તા તમે કેમ નોકરી કરો છો જણાવી માર મારતા હતા. સાથે આગામી દિવસોમાં કંપનીમાં કામ કરતા જોવા મળશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મેનેજરે 108ની ટીમી મદદ લઈને ઇજાગ્રસ્ત વોચમેનને સારવાર માટે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. હોસ્પિટલના બિછાનેથી બ્રિજમોહન સીતારામ કોરીએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!