- વરસાદી પાણી ગિરનારમાંથી વહેતું હોય ત્યારે અસંખ્ય જડીબુટ્ટી અને ખનિજ વાળુ અમૃત બને, પછી ગટર ભળતાં ઝેરી બને છે…
ગિરનારની ટોચે અત્યંત વ્હાલ વરસાવી વાદળો અમૃત વહેતું કરે એ ઝેરમાં ભળી જાય કેવું કહેવાય…જેને ‘ મુળીયાનું પાણી ” કહેવાયએ માનવ વસાહત નજીક પહોંચતા જ ઝેરમાં ભળી જતું હોય આમ થતું અટકાવવું જોઈએ. ગિરનાર ડુંગરથી દડતી પડતી પડતી આખડતી કેટલીયે નદીઓ ગિરનારની પર્વતમાળામાંથી નીકળે છે. પણ એમાં માનવ વસાહત સુધી પહોંચતા અનેક પ્રકારના પ્રદુષિત ઝેર યુક્ત જળમાં ભળી જાય છે. 3666 ફૂટ ઉંચા ગરવા અને વરવા ગિરનાર ખ્યાતી પ્રાપ્ત છે હિમાલયના પ્રપિતામહ એવા ગિરનારની પર્વતમાળાઓમાંથી વરસાદી પાણી ઝરણા સ્વરૂપે વહેવાનું શરુ કરે છે. પછી અલગ અલગ ત્રણ નદીઓ બને છે.
સોનરખ એટલે કે ‘સુવર્ણ રેખા’, દાતાર ડુંગરમાંથી નીકળતી નદીને કાળવો અને રામનાથ નજીક ગિરનારના પાછળના ભાગેથી નીકળતી નદીને ગુડાજલી તેમજ ગિરનાર નજીક દોલતપરા પાસેથી વહેતી નદીને લોલ નદી તરીકે ઓળખાય છે ગિરનાર પર્વત ઉપર વરસતું કુદરતી વ્હાલ સ્વરુપ વરસાદી પાણી જ્યારે નાના ઝરણામાંથી નદી બનવાની સફર શરુ કરે ત્યારે અમૃત સમાન હોય છે. પણ માનવ વસાહત સુધી પહોંચતા પહોંચતા એ ઝેરમાં ભળી જાય છે.
ગિરનાર પર્વત ઉપર જયારે વરસાદી વાદળો છવાયેલા હોય ત્યારે અદભુત દ્રશ્ય જોવા મળે છે આ વરસાદી વાદળો ગિરનારને વ્હાલ કરીને વરસી જતા હોય તેવું લાગે છે. ગિરનારની પર્વતમાળાઓમાંથી અનેક ઝરણા વહેતા હોય છે. પણ એ પહેલા આ વરસાદી પાણી જ્યા પડે છે ત્યાં મેગ્નેશિયમ-કેલ્શિયમ અને સોનેરી અબરખના પથ્થરો છે. જે ખનીજ તત્વ માનવ જિંદગી માટે અમૂલ્ય છે. એ ઉપરાંત ગિરનારમાંથી આવતું વરસાદી પાણી હજારોની સંખ્યામાં ઉગેલી સંજીવની સમાન વનસ્પતિઓના મૂળને સ્પર્શીને વહેતુ હોય છે.
ગિરનાર પર્વત ઉપર શિલાજીત સાથે ઘસાઈને આવતું પાણી જીવ સૃષ્ટ્રિ માટે વરદાન છે. તેમજ ગિરનારમાંથી આવતા વરસાદી પાણીને મુળીયાનું પાણી કહેવામાં આવે છે. જે પચવામાં ભારે પડતું હશે છતાં પચી જાય પછી એ શરીરમાં અનેક પ્રકારની ઉણપને નાબૂદ કરવાનું કામ કરે છે. આ કુદરતી પાણી જૂનાગઢ શહેર અને આજુબાજુના તેના સંગમ સુધી પહોંચે ત્યાં સુધી અમૃત હોય છે. પણ તેનો સંગમ ઝેર સાથે થાય છે. પછી એ પાણી પીવા લાયક પણ રહેતું નથી. એ ઍક કડવી વાસ્તવિકતા છે.આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય કરવામાં આવે તો કુદરતનો અને જડી બુટી ઓનો લાભ માનવોને મળી શકે..