Published By:- Bhavika Sasiya
- કોંગ્રેસ અને ભાજપના સામસામે આક્ષેપો….
- ગીતા પ્રેસ દ્વારા જણાવાયું કે એવોર્ડ લઈશું પણ રોકડ રકમ નહી લઇએ…
દેશના ગોરખપુર ખાતે આવેલ ગીતા પ્રેસને ગાંધી શાંતી એવોર્ડ જાહેર થતાં વિવાદની શરૂઆત થઈ ગયો છે. કોંગ્રેસ અને ભાજપ સામ-સામે આવી ગયા છે. કોગ્રેસ નેતા જયરામ રમેશે ગીતા પ્રેસ ગોરખપુરને વર્ષ 2021નો ગાંધી શાંતિ પુરસ્કાર મળવાની નિંદા કરી છે. તેમણે જણાવ્યુ કે ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર આપવાની સરખામણી સાવરકર અને ગોડસેને એવોર્ડ આપવા એટલેકે સન્માનિત કરવા બરાબર છે. જ્યારે ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે કૉંગ્રેસ પાર્ટીની સૌથી મોટી મુશ્કેલી એ છે કે તે પરિવારના માળા અને પપ્પુના આડંબરમાંથી ઊંચી નથી આવી શકતી. “તેમને લાગે છે કે તમામ નોબલ પુરસ્કાર, બધાં જ સન્માન માત્ર એક જ પરિવારના માળામાં સીમિત રહેવાં જોઈએ…”
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/06/2021-08-28-1024x576.jpg)
જ્યારે ગીતા પ્રેસના પ્રબંધક લાલમણિ તિવારીએ જણાવ્યું કે તેઓ કેન્દ્ર સરકાર તરફથી અપાયેલા આ પુરસ્કારનો સ્વીકાર કરશે, પરંતુ તેની સાથે મળનારી એક કરોડ રૂપિયાની રાશિ નહીં લે. કોઈ પણ પ્રકારનું દાન ન સ્વીકારવું એ અમારો સિદ્ધાંત છે. આથી ન્યાસ બોર્ડે નિર્ણય લીધો છે કે અમે ચોક્કસ આ પુરસ્કારના સન્માન માટે પુરસ્કાર સ્વીકારીશું, પણ તેની સાથે મળનારી ધનરાશિ નહીં લઈએ.