Published by : Rana Kajal
ગુજરાતમાં આજથી ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ ગુજરાત કોમન એન્ટ્રેસ્ટ ટેસ્ટનું ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આગામી 14મી માર્ચથી શરૂ થવાની છે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ભવિષ્યમાં ડિગ્રી, ફાર્મસી તેમજ એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો તે વિદ્યાર્થીઓએ ગુજરાત કોમન એન્ટ્રેસ્ટ ટેસ્ટ આપવી ફરજિયાત હોય છે.
ગુજરાત કોમન ટેસ્ટ માટે આજથી ફોર્મ ભરવાની શરુઆત થશે. વિદ્યાર્થીઓ બોર્ડની ઓફિસીયલ વેબસાઈટ https://gujcet.gseb.org પરથી જ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ ઓનલાઈન ફોર્મ ભરતા સમયે વેબસાઈટ પર આપેલી સુચના બરોબર વાંચીને પછી જ ફોર્મ ભરવાની શરુઆત કરવી જેથી વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં મુશ્કેલી ન પડે. આ માટે 350 રૂપિયા ફી ચુકવવાની રહેશે. આ ફી પણ ઓનલાઈન જ ચુકવવી પડશે.