અંજીર એક ખૂબ જ સ્વાદિષ્ટ સુકો મેવો કે ડ્રાય ફ્રુટ છે. અંજીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શેતૂર પરિવારનું છે. અંજીર પોષક તત્વો, ખાસ કરીને ખનિજોનું પાવરહાઉસ છે. અંજીરમાં 60થી 83 ટકા ખાંડના કારણેતે વિશ્વનું સૌથી મધુર ફળ માનવામાં આવે છે. બે વર્ષ પછી ઉપજ આપવાનું શરૂ કરે છે. ચારથી પાંચ વર્ષ જુના છોડમાંથી લગભગ 15 કિલો ફળો મેળવવામાં આવે છે, ઉપરાંત છોડ વધતાં જથ્થો વધે છે તેના ફળ મોટા અને સ્વાદિષ્ટ હોય છે.
અમરેલી જિલ્લાના આંકડિયા ગામના વિલાસ બેને અંજીરની ખેતી શરૂ કરી છે. વિલાસ બેનના પતિ દિનેશ ભાઈ ચીનના એક ફાર્મ હાઉસમાં 2019માં રોકાયા હતા અને ત્યાં અંજીરની ખેતી જોઈ આવ્યા હતા.2020માં લોકડાઉનમાં સુરતથી અમરેલી આવ્યા હતા. સાત વીઘા જમીનમાં અંજીરના 3400 રોપાઓ મલેશિયાથી મંગાવીને ઓર્ગેનિક રીતે અંજીરની ખેતી કરવાનું નક્કી કર્યું. બે વર્ષથી આખો પરિવાર ખેતરમાં કામ કરે છે. 8થી 10 લાખ રૂપિયાની કમાણી થઇ હતી. 1400થી 1600 રૂપિયા કિલોનો ભાવ મળ્યો હતો.
દેશ વિદેશમાં ખેતી તુર્કીમાં આયડીન, ઇઝનીર અને મુગલા વિસ્તારના અંજીર શ્રેષ્ઠ હોય છે.વાવેતર ભૂમધ્ય સમુદ્રના દેશોમાં, અફઘાનિસ્તાન અને અમેરિકામાં થાય છે. ભારતમાં પુણેની આસપાસ, કર્ણાટક અને ઉત્તરપ્રદેશમાં તેનું વાવેતર થાય છે. બેંગ્લોરની આજુબાજુ તેમજ ઉત્તર ભારત પંજાબ, બિહારમાં પણ અંજીરની ખેતી થાય છે. હાલમાં દુનિયાના અર્ધશુષ્ક પ્રદેશોમાં તેનું વાવેતર થાય છે. અંજીરનો ફાલ 20થી30 વર્ષ સુધી આવે છે જ્યારે તેની સાથે સાથે બીજા શાકભાજી અને બાજરી જેવા પાક પણ લઈ શકાય છે.