Home News Update My Gujarat ગુજરાતના આ અત્યંત સુંદર બીચ… બ્લુ ફ્લેગ બીચ…

ગુજરાતના આ અત્યંત સુંદર બીચ… બ્લુ ફ્લેગ બીચ…

0

Published By:-Bhavika Sasiya

ગુજરાતમાં પણ  સુંદરતા અને સ્વસ્છતામાં ભલા ભલા બીચને પાછળ પાડે તેવો બીચ આવયા છે. ભારતે પહેલીવાર દુનિયાના બ્લુ ફ્લેગ બીચ ધરવતા દેશોમાં સ્થાન મેળવી લીધું છે. 8 બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો છે. જેમાંથી એક બીચ તો ગુજરાતમાં છે. જ્યારે બીજો દીવમાં છે.

બ્લુ ફ્લેગ બીચ એક સર્ટિફાઈડ પ્રોગ્રામ છે. જેમાં એવું નક્કી થાય છે કે બીચ સંપૂર્ણ રીતે સાફ અને સુરક્ષિત હોય તથા લોકોને પૂરતી સુવિધાઓ મળી રહે. આ માટે કુલ 32 ક્રાઈટેરિયા હોય છે. જે પૂરા થાય પછી તેની દરખાસ્ત મૂકાય છે. જે 32 પેરામીટર હોય છે જેને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ નક્કી કરતી હોય છે. ત્યારબાદ તે સ્થળને બ્લુ ફ્લેગની માન્યતા મળતી હોય છે. આ બીચ માટે વિઝિટિંગ અવર્સ સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીના હોય છે.

ગુજરાતના પ્રખ્યાત બીચમાંથી એક બીચ છે જેને બ્લુ ફ્લેગનો દરજ્જો મળેલો છે. શિવરાજપુર બીચ…દેવભૂમિ દ્વારકાથી માત્ર 12 કિલોમીટરના અંતરે આવેલો આ બીચ તમને વિદેશના કોઈ પણ બીચની યાદ અપાવી દે તેવો અદભૂત અને સુંદર બીચ છે. તે સફેદ રેતીનો બીચ છે. આ બીચ એકદમ રળિયામણો, શાંત અને કુદરતના અદભૂત સૌંદર્યનો સમન્વય ધરાવતો બીચ છે. આ બીચ પર સ્કુબા ડાઈવિંગ, સ્નોર્કલિંગ, બોટિંગ, અને આઈલેન્ડ ટુર જેવી પ્રવૃત્તિઓ થાય છે. શિવરાજપુર બીચ નજીક દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, રુકમણી દેી મંદિર અને દ્રારકા સનસેટ પોઈન્ટ જેવા પ્રવાસન સ્થળો પણ આવેલા છે.

બીજો અદભૂત બીચ છે ઘોઘલા બીચ….આ બીચ ગુજરાત નજીક સંઘ પ્રદેશ દીવના મુખ્ય શહેરથી 15 કિલોમીટર જેટલો દૂર ઘોઘલા ગામમાં આવેલો છે. દીવ જિલ્લાનો એક અદભૂત અને સુંદર બીચ ગણાય છે. બીચ એક ટુરિસ્ટ કોમ્પ્લેક્સ છે. આ બીચ પર બે સૌથી લોકપ્રિય સાહસીક પ્રવૃત્તિઓ જોવા મળે છે.  પેરાસેલિંગ અને બીજી પાણીના સ્કૂટર્સ. દીવનું સૌથી રમણીય સ્થળ છે. તે પ્રવાસીઓનું ધ્યાન આકર્ષિત કરે છે જેઓ ભીડ સાથે નહીં પણ એકાંતમાં રહેવાનું પસંદ કરે છે. આજુબાજુમા  પ્રમાણભૂત રેસ્ટોરન્ટ આવેલા છે. આ બીચ ઓછા પ્રવાસીઓના કારણે શહેરના અન્ય દરિયાકિનારાની તુલનામાં ખૂબ સ્વચ્છ છે. આ બીચ  પર પેરાસેલિંગ, સર્ફિંગ જેવી એકટીવીટી  કરવા શકાય છે. આનંદ, માણવા એક શ્રેષ્ઠ સ્થળ છે. બીચ સારી રીતે જાળવવામાં આવે છે અને આ બીચ કૌટુંબિક રજા માટે શ્રેષ્ઠ પસંદગીનું સ્થળ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version