ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્રભાઈ પટેલના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે આજરોજ ધારાસભ્ય દળની બેઠક મળી હતી તેમાં કનુભાઈ દેસાઈએ ભુપેન્દ્રભાઈ પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને સૌ ધારાસભ્યોએ માન્ય રાખ્યો હતો અને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકે બને તે માટે એને મહોર મારવામાં આવી હતી કમલમ ખાતે આ બેઠક મળી હતી જેમા તમામ ધારાસભ્યોએ ભુપેન્દ્રભાઈ પટેલના નામ ઉપર મંજૂરીની મહોર મારી હતી. આગામી ૧૨ તારીખના રોજ ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકેના શપથ લેશે અને ત્યારબાદ તેઓના મંત્રીમંડળની પણ રચના કરવામાં આવશે.