સમગ્ર દેશમા ખૂબ ઉત્સાહ ભર્યા વાતાવરણમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામા આવી હતી. ગુજરાત રાજયના રાજ્યપાલ દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બોટાદ ખાતે ઘ્વજવંદન કર્યુ હતું..
ગુજરાતમાં આ વર્ષે પ્રજાસતાક પર્વની ઉજવણી બોટાદ જિલ્લામાં કરવામાં આવી છે. બોટાદ ખાતે રાજય કક્ષાના પ્રજાસતાક દિને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ રાજયપાલ આચાર્ય દેવવ્રત ધ્વજ વંદન કર્યુ હતું.CM ભૂપેન્દ્ર પટેલ ટ્વિટ કરી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યુ હતું કે સૌ નાગરિકોને 74માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા..! આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને બંધારણના ઘડવૈયાઓ દ્વારા દર્શાવેલા માર્ગ પર ચાલીને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ નું નિર્માણ કરવા આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ.