Home Ankleshwar ગુજરાતના વેપારીઓ ચેતી જજો, Paytm સાઉન્ડ બોક્સના નામે તમને પણ ₹8799 ગુમાવવાનો વારો...

ગુજરાતના વેપારીઓ ચેતી જજો, Paytm સાઉન્ડ બોક્સના નામે તમને પણ ₹8799 ગુમાવવાનો વારો ન આવે

0
  • અંકલેશ્વરના વેપારીને સાઉન્ડ બોક્ષમાં એક રૂપિયો નાખવાનું કહી પાસવર્ડ અને સ્ક્રીન લોક જોઈ ₹8300 ની છેતરપિંડી
  • કોઈપણ ડિજિટલ પેમેન્ટ GPay, Paytm, phone pay માટે આવે ત્યારે રહો સાવધ

અંકલેશ્વરના વેપારી સાથે બન્યું એવું ડિજિટલ પેમેન્ટના નામે તમારી સાથે ન બને તેનું ધ્યાન રાખજો.

અંકલેશ્વરના વેપારી પાસે એક વ્યક્તિ એક વર્ષ પછી આવે છે. Paytm સાઉન્ડ બોક્સ રૂપિયા 499 માં આપવાનું કહેતા વેપારી સહમત થાય છે. સાઉન્ડ બોક્ષનો ડેમો બતાવે છે. અને મોબાઈલથી એક રૂપિયો નાખવાનું કહે છે પણ ટ્રાન્ઝેકશન ફેઈલ થાય છે. આ ઠગ વેપારીને હું મીરા નગર જવ છું બીજું સીમ કાર્ડ લઈને આવું છું ની વાર્તા કરી જાય છે. દરમિયાન પહેલાથી જ વેપારીનો મોબાઈલ પાસવર્ડ અને સ્ક્રીન લોક ઠગ યુવાને જાણી લીધા હતા.

વેપારી મોટી ભૂલ કરી દે છે. તે મોબાઈલ દુકાન ઉપર જ છોડી કામ અર્થે બહાર નીકળી જાય છે. લાગ જોઈ બેઠેલો ગઠિયો ફરીથી આવે છે અને મોબાઈલના પાસર્વર્ડ અને સ્ક્રીન લોક અગાઉથી જાણી લીધા હોય તેના એકાઉન્ટમાંથી રૂપિયા 8 હજાર 300 સેરવી લે છે. પે ટીએમ સાઉન્ડ બોક્સના નામે પોતાની સાથે કુલ રૂપિયા 8799 ની ઠગાઈ થઇ હોવાનું માલુમ પડતા વેપારીએ અંકલેશ્વર પોલીસ મથકે જાણ કરી છે. આ ઠગનું નામ મન્સૂરી ઈરફાન મુસ્તુફા હોવાનું વેપારીના કહેવા પ્રમાણે ખુલ્યું છે. જે ભરૂચનો રહેવાસી છે. જેને પે ટીએમ સાઉન્ડ સિસ્ટમના બહાને કેટલાય વેપારી જોડે હજારોની ઠગાઈ કરી હશે. ત્યારે પોલીસ તેને પકડી પાડે તેવી આ વેપારીની રજુઆત છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version