Published By : Parul Patel
ગુજરાત રાજયના 68 જજની બઢતીને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવતા આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. અત્રે નોધપાત્ર બાબત એ પણ છે કે આ જજોમાં રાહુલ ગાંધી વિરુધ્ધ ચુકાદો આપનાર જજનો પણ સમાવેશ થાય છે…

રાજયના 68 જજની બઢતી ને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. આ જજોમા સુરત કોર્ટના જજ હરીશ વર્માનો પણ સમાવેશ થાય છે. જેમણે રાહુલ ગાંધી વિરુધ્ધ ચુકાદો આપ્યો હતો. આ અંગે વધુ વિગતે જોતા 68 ન્યાયાધીશોને 65 ટકા ક્વોટાના નિયમના આધારે બઢતી આપવામા આવી છે. આ બઢતી સામે સિનિયર સિવિલ જજ કેડરના અઘિકારીઓ રવિકુમાર મહેતા અને સચિન પ્રતાપ રાય મહેતા દ્વારા પડકારવામાં આવી છે. જે અંગે જસ્ટિસ એમ.આર. શાહની અધ્યક્ષતાવાળી બેન્ચ તા 8 મે ના રોજ સુનાવણી કરશે.