- પાર્ટીના નેતા ચિરાગ પાસવાન ગુજરાત મુલાકાતે
- ભાજપા સાથે કેન્દ્રમાં ગઠબંધન પરંતુ કોઈ આશા અપેક્ષા નથી : પાસવાન
ગુજરાતમાં ચૂંટણીઓ નજીક છે ત્યારે વિવિધ પાર્ટીઓ મેદાનમાં ઉતરી પડી છે. ત્યારે લોકજનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાન ગુજરાતની મુલાકાતે હતા તેઓએ ભરૂચ ખાતે પણ મુલાકાત લીધી હતી અને વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ બાબતે પોતાના ઉમેદવારો મહત્તમ બેઠકો ઉપર લડાવવાની વાત કરી હતી.

લોકજન શક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાન ગુજરાતમાં પહોંચ્યા હતા. ત્યારે આ દરમિયાન તેમણે કહ્યું હતું કે ગૃહ મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં યોજનાર એક કમિટીની બેઠકમાં હાજરી આપવા માટે હું અહીંયા આવ્યો છું. તેઓએ ગુજરાતમાં મહત્તમ બેઠક ઉપર પોતાના ઉમેદવાર ઉભા રાખવાની તૈયારી બતાવી હતી. વિધાનસભા 2022 ગુજરાતની ચૂંટણીઓના બ્યુગલ વાગી ચૂક્યા છે તેવામાં ભાજપા, કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ પોતાનું જોર લગાવી રહી છે તેવામાં હવે ચોથો પક્ષ લોક જનશક્તિ પાર્ટી પણ ગુજરાતમાં પોતાના રાજકીય સપના સેવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે લોકજન શક્તિ પાર્ટીના નેતા રામવિલાસ પાસવાનના દીકરા ચિરાગ પાસવાન ભરૂચ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓનું આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.બરુચ લોક જાણ શક્તિ પાર્ટીના અબ્દુલ કામઠી તથા આગેવાનોએ તેઓનું સ્વાગત કર્યું હતું. તેઓ વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે લોકજન શક્તિ પાર્ટી પણ આવનારી ચૂંટણીમાં ગુજરાતમાં પોતાનું અસ્તિત્વ બનાવશે તે પ્રકારની વાત કરતા મહત્તમ બેઠકો ઉપર કેવી રીતે ઉમેદવારો ચૂંટણી લડી શકાય તે વિષયને લઈને તેમનો ગુજરાત પ્રવાસ હોવાનું જણાવ્યું હતું.