Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratગુજરાતનું અનોખું ગામ! જો મતદાન ન કરે તો દંડ, ઉમેદવારોના ચૂંટણી પ્રચાર...

ગુજરાતનું અનોખું ગામ! જો મતદાન ન કરે તો દંડ, ઉમેદવારોના ચૂંટણી પ્રચાર પર પણ પ્રતિબંધ!….

રાજ્યના રાજકોટથી 20 કિલોમીટર દૂર આવેલા રાજ સમાધિયાલા ગામ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અહીં ગ્રામીણ લોકો ગ્રામ વિકાસ સમિતિ (VDC)ના નિયમોથી બંધાયેલા છે. જો ગ્રામજનો નિયમ તોડે તો દંડ પણ ભરવો પડે છે. આ નિયમમાં ચૂંટણી દરમિયાન મતદાન ન કરવાની બાબત પણ સામેલ છે. અત્યાર સુધી ગામમાં 100 ટકા મતદાન થતું રહ્યું છે. ગામના સરપંચનું કહેવું છે કે, દંડની જોગવાઈના કારણે 100 ટકા મતદાન થાય છે. રાજ સમાધિયાલા ગામમી કુલ વસ્તી 1700ની છે. આમાં લગભગ 995 મતદારો છે. તમામ ગ્રામીણ પોતાની મરજીથી મતદાન કરે છે. ગામવાસીઓએ એક સમિતિ બનાવી છે. આ સમિતિ મતદાનના થોડા દિવસ પહેલા ગામવાસીઓને બેઠક યોજે છે. જો કોઈ મતદાન ન કરે તો તેનું યોગ્ય કારણ જણાવવું પડે છે.

  • પ્રચાર કરવા આવ્યો તો ઉમેદવારને નુકસાન

ગામમાં 1983થી રાજકીય પક્ષો તેમજ તેના ઉમેદવારોને પ્રચાર ન કરવાનો નિયમ છે અને આ અંગેની જાણકારી રાજકીય પક્ષોને પણ છે. નેતાઓ જાણે છે કે, ગામમાં પ્રચાર કરવા ગયા તો નુકસાન વેઠવું પડશે. એક સ્થાનિકનું કહેવું છે કે, જે નેતા સારું કામ કરે છે તે નેતાને જ ગામના લોકો મત આપે છે. કોઈપણ ઉમેદવારને બેનર, પોસ્ટલ લગાવવાની અને પત્રિકાનું વિતરણ કરવાની મંજુરી નથી.

  • ઈન્ટરનેટ અને વાઈફાઈથી સજ્જ રાજ સમાધિયાલા ગામ

રાજ સમાધિયાલા એક હાઈટેક ગામ છે. ગામમાં ઈન્ટરનેટ તેમજ વાઈફાઈની સુવિધા છે. સીસીટીવી કેમેરા અને આરઓ પ્લાન્ટ પણ છે. આ સુવિધાઓના કારણે ગ્રામીણ લોકોનું જીવન સુવિધાજનક થઈ જાય છે. ગામની આ સુવિધાઓ જોઈ પડોશી ગામો પણ પ્રભાવિત થયા છે. એક સ્થાનિકે જણાવ્યું કે, પડોશના પાંચ ગામોમાં મતદાન ફરજીયાત કરાયું છે. એટલું જ નહીં કચરો ફેંકનારને પણ દંડ ફટકારાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!