Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratગુજરાતનું આગવું ગૌરવ… વિશ્વની ટોચની 10 સ્કૂલોની યાદીમાં અમદાવાદની 'રિવરસાઈડ સ્કૂલ'ને મળ્યું...

ગુજરાતનું આગવું ગૌરવ… વિશ્વની ટોચની 10 સ્કૂલોની યાદીમાં અમદાવાદની ‘રિવરસાઈડ સ્કૂલ’ને મળ્યું સ્થાન…

Published by : Rana Kajal

અમદાવાદની સ્વતંત્ર ઈન્ટરનેશનલ સ્કૂલ રિવરસાઈડને તેના વિદ્યાર્થીલક્ષી શૈક્ષણિક અભિગમને કારણે વિશ્વમાં ઈનોવેશન માટે ગણાતી ઉત્તમ સ્કૂલો માટેના પ્રાઈઝની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેનાં પગલે ગુજરાતના ગૌરવમા વધારો થયો છે રિવરસાઈડ સ્કૂલનો ભારતની 5 પ્રેરણાદાયક સ્કૂલની યાદીમાં સમાવેશ કરાયો છે. આ 5 શાળાઓને વિશ્વની 10 ઉત્તમ સ્કુલોની યાદીમાં આવરી લેવામાં આવે છે.જેમને 250000 ડોલરના ઇનામ માટે પસંદ કરાઇ છે. ગત વર્ષે એકસેન્ચર, અમેરિકન એક્સપ્રેસ, યાયાસન હસનહ અને લેમેન ફાઉન્ડેશનના સહયોગથી T4ના નામે ઓળખાતા વિશ્વના આ સૌથી મોટા પ્રતિષ્ઠ એજ્યુકેશન પ્રાઇઝીઝની સ્થાપના કરવામાં આવી હતી.શિક્ષણ ક્ષેત્રમાં ઈનોવેશનને પ્રોત્સાહનનાં આગ્રહી ઍવી રિવરસાઈડ સ્કૂલનાં સ્થાપક કીરણ બીર સેઠીના જણાવ્યા મુજબ ઈનોવેશન વિવિધ ક્ષેત્રે અપાર મૂલ્ય ધરાવે છે પરંતુ સ્કૂલોના શિક્ષણમાં તેની ઘણીવાર અવગણના કરવામાં આવે છે. આમ છતાં, હું માનુ છું કે ઈનોવેશનનો શિક્ષણના માર્ગદર્શક સિધ્ધાંત તરીકે સમાવેશ કરવો જોઈએ”.. વર્ષ 2008માં રિવરસાઈડ સ્કૂલે FEEL, IMAGINE, DO & SHARE (FIDS) જેવાં ચાર સ્ટેપની સરળ પ્રક્રિયા વડે સમગ્ર વિશ્વમાં સાર્વત્રિક લાગુ કરી શકાય અને સમસ્યા હલ કરી શકાય તેવા નિર્ણાયક ટુલની રજૂઆત કરી. જેના કારણે સહાનૂભૂતિ, સર્જકતા અને સામાજીક જવાબદારીનુ સંવર્ધન થાય છે…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!