Published by : Rana Kajal
ભારતીય મૂળના અને અમદાવાદ IIMમાં ભણેલા એવા અજય બાંગાની નિમણૂક વર્લ્ડ બેન્કના વડા તરીકે કરવામાં આવી છે આમ થતાં ગુજરાતનાં ગૌરવમાં વધારો થયો છે અજય બાંગા આ અગાઉ માસ્ટર કાર્ડના સીઈઓ રહી ચૂક્યા છે વર્લ્ડ બેંકના વડા તરીકેના હોદ્દા પર અજયને અમેરિકાના પ્રમુખ બાઇડેને નોમિનેટ કર્યાં હતા. અત્રે નોંધપાત્ર બાબત એ પણ છે કે અત્યાર સુધી ભારતીય મૂળના કોઇ વ્યક્તિ આ હોદ્દા સુધી પહોંચી શક્યા નહોતા. બાંગાએ દિલ્હી યુનિવર્સિટી માથી અર્થશાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો હતો.