Published by : Rana Kajal
ગુજરાતના ગૌરવમાં વધારો કરતી ઍક જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ IIM અમદાવાદ દેશની નંબર વન મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ જાહેર કરવામાં આવી છે… કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા વર્ષ 2023 માટે દેશની સંસ્થાઓનુ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. આ રેન્કિંગ તા 5 જૂનના રોજ જાહેર પાડવામા આવ્યું છે જેમા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી મદ્રાસને સર્વ શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાન તરીકે જાહેર કરવામાં આવી છે. આઇ આઇ ટી મદ્રાસે ઓવરઓલ કેટેગરીમાં પ્રથમ રેન્ક મેળવેલ છે. જ્યારે યુનિવર્સિટી કેટેગરીમાં આઆઇએસસી બેંગ્લુરુ પ્રથમ ક્રમે રહી છે. જ્યારે ગુજરાત અમદાવાદની IIM ને મેનેજમેન્ટ ક્ષેત્રમાં નબર વન શૈક્ષણિક સંસ્થા જાહેર કરવામાં આવી છે