Published by: Rana kajal
- આજે તા 21 જૂનના યોગ દિને વહેલી સવારથી જ ગુજરાતનાં મહાનગર સુરતનું નામ સમગ્ર વિશ્વમાં ગુંજી ઉઠ્યું હતું….
આજે સવારથીજ સુરતીઓએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી રોડ તરફ મોટી સંખ્યામા જતા જણાયા હતા. રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ વહેલી સવારથીજ સુરતમાં હાજર હતા. વિશ્વ યોગ દિવસની ઉજવણી આખા દેશમાં થઇ રહી છે. પરંતુ આ તમામ ઉજવણીમાં સુરત ખાતે કરાયેલ યોગ દિવસ ની ઉજવણીનુ મહત્વ વિશેષ રહ્યું છે. સુરતમાં આજે દોઢ લાખથી વધુ લોકોએ એક જ સ્થળે એકત્ર થઇને યોગ કર્યા હતા. એક જ સ્થળે એક સાથે દોઢ લાખ લોકોએ યોગ કર્યા હોય એવો વિશ્વ વિક્રમ સુરતમાં રચાયો છે. જે અદભુત ધટના કહી શકાય
આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કઈક વિશેષરૂપે થાય એવું આયોજન સુરતમાં કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નવસારીના સાંસદ તથા પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા અનેક મહાનુભાવોએ આજે વહેલી સવારથીજ સુરતના વાય જંક્શન પર પહોંચી જઇને યોગ કર્યા હતા. અને તેમ કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી.સુરત શહેરના મગદલ્લા પાસેના વાય જંકશન ખાતેથી બ્રેડલાઈનર સર્કલ તથા SVNIT સર્કલ સુધી 12 કિ.મી.સુધીના રસ્તા ઉપર આજે સવારે 6 વાગ્યા સુધીમાં નાગરિકો યુવાનો, મહિલાઓ યોગદિવસની ઉજવણીમાં જોડાયા હતા. આ કાર્યક્રમ અંગે અંદાજે 125 જેટલા બ્લોક બનાવવામાં આવ્યા છે, જ્યાં અંદાજે દોઢ લાખથી વધુ લોકો એક સાથે યોગ કરીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો.
આખરે કેટલા લોકો સુરત ખાતે યોગમાં જોડાયા હતા, તે પુરવાર અને સાબીત કરવા માટે સુરતમાં યોગી નાગરિકોના હાથ પર ક્યુ-આર કોડ સાથેની રિસ્ટબેન્ડ બાંધવામાં આવ્યા હતા. એ રિસ્ટબેન્ડ અને મોબાઇલ એપ સાથે પણ કનેક્ટ થાય છે, તેને આધારે યોગ કરનારા લોકોની સંખ્યા પુરવાર અને સાબીત થઇ શકી છે અને તેના આધારે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તેને સ્વીકારીને એક સ્થળે એક સમયે સૌથી વધુ લોકોએ યોગ કર્યા હોય એવો વિક્રમ સુરતના નામે નોંધી તેનું સર્ટીફિકેટ આપ્યું હતું. આ બાબત દેશ અને રાજ્ય માટે ગૌરવની બાબત છે રાજ્ય તેમજ દેશને યોગના માધ્યમથી ‘ફીટ ઇન્ડિયા’નો સંદેશ આપ્યો હતો.