Published by : Vanshika Gor
- હનુમાનજીના ધામના ભોજનાલયની છે ખાસ ખાસીયતો…. બજરંગ બલી હનુમાનના ધામ એવા સાળંગપુર ખાતે ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનુ ઉદઘાટન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કર્યુ હતું…
હનુમાન દાદાના ધામ એવા સાળંગપુરના ગુજરાતના સૌથી મોટા ભોજનાલયની આગવી વિશેષતાઓ છે જેમકે આ વિશાળ ભોજનાલય રૂ 55 કરોડના ખર્ચે ભોજનાલય બન્યુ છે જેમા 8 હજાર લોકો જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે એટલુજ નહીં પરંતું એકસાથે 10 હજાર લોકોનું બની શકે છે ભોજન આ ભોજનાલય મા તૈયાર થઈ શકે છે.
ગુજરાતીઓની સૌથી પ્રિય ઍવી ખીચડી અંગે પણ આ ભોજનાલયમા આગવી વ્યવસ્થા કરવામાં આવી છે જેમકે માત્ર
20 મિનિટમાં 180 કિલો ખીચડી આ ભોજનાલય માં તૈયાર થઈ જશે સાથે તપેલામાં પ્રસાદ 10 કલાક ગરમ રહેશે એટલુજ નહી પરંતું ભોજનાલયમાં સ્ટાફ માટે 79 રૂમ બનાવાયા છે.ભક્તોની પ્રસાદી માટે જુદી જુદી સામગ્રી રાખવા કોલ્ડ સ્ટોર ની પણ સુવિઘા છે ભોજનાલય બનાવવામાં 17 લાખ ઈંટો નો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તમામ ઈંટો પર લખાયા છે શ્રી રામના મંત્ર અને ફ્લોરિંગની ટાઈલ્સમાં વિવિધ તીર્થની માટીનો ઉપયોગ કરી ભોજનાલયને અતિ પવિત્ર બનાવાયું છે….