Thursday, September 11, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratગુજરાતનુ અમદાવાદ વિશ્વ સ્તરીય રમતગમતના માળખા સાથે યજમાન શહેર બની શકે...

ગુજરાતનુ અમદાવાદ વિશ્વ સ્તરીય રમતગમતના માળખા સાથે યજમાન શહેર બની શકે…

Publised by : Anu Shukla

  • સપ્ટેમ્બર 2023માં IOCના સંપૂર્ણ સભ્યો સમક્ષ રોડમેપ રજૂ કરાશે : અનુરાગ ઠાકુર

ભારત 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે દાવેદારી કરશે. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે આ અંગે કહ્યું હતું કે આગામી સપ્ટેમ્બર 2023માં મુંબઈમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સત્ર દરમિયાન IOCના સંપૂર્ણ સભ્યો સમક્ષ રોડમેપ રજૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની ઓલિમ્પિક ગેમ્સની યજમાનીની બિડને સમર્થન આપશે અને ગુજરાતનું અમદાવાદ વિશ્વ સ્તરીય રમતગમતના માળખા સાથે યજમાન શહેર બની શકે છે. આ અગાઉ ભારતે અગાઉ 1982 એશિયન ગેમ્સ અને 2010 કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી.

G20નું આયોજન કરી શકીએ તો ઓલિમ્પિકની યજમાની કેમ નહીં : અનુરાગ ઠાકુર

રમતગમત મંત્રીએ કહ્યું હતું કે જો ભારત આટલા મોટા પાયે G20નું આયોજન કરી શકે છે તો મને ખાતરી છે કે સરકાર દેશમાં ઓલિમ્પિકની યજમાની કરી શકશે. આપણે બધા જાણીએ છીએ કે 2032 સુધી સ્લોટ બુક થઈ ગયા છે પરંતુ 2036 થી અમને આશા છે અને મને ખાતરી છે કે ભારત ઓલિમ્પિક માટે સંપૂર્ણ તૈયારી કરશે અને આ માટે દાવેદારી કરશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભારત 2036માં ઓલિમ્પિકની યજમાની કરવા માટે તૈયાર છે, તો ઠાકુરે કહ્યું હતું કે ભારત તેના માટે તૈયાર છે. અમારા માટે ના કહેવાનું કોઈ કારણ નથી. જો ભારત રમતગમતને પ્રોત્સાહન આપવા માટે આટલા પ્રયત્નો કરી રહ્યું છે. હું તમને ખાતરી આપું છું કે અમે ઓલિમ્પિકની યજમાની મોટા પાયે કરીશું. ઓલિમ્પિકની યજમાની કરવાનો આ યોગ્ય સમય છે. જો ભારત મેન્યુફેક્ચરિંગથી લઈને સેવાઓ સુધીના દરેક ક્ષેત્રમાં હેડલાઇન્સ બનાવી રહ્યું છે તો રમતગમતમાં કેમ નહીં? ભારત 2036 ઓલિમ્પિક માટે દાવેદારી પર ખૂબ જ ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.

ગુજરાતને મળી શકે છે યજમાની

ગુજરાતે ઘણી વખત ઓલિમ્પિકની યજમાની કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમની પાસે હોટલ, હોસ્ટેલ, એરપોર્ટ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી લઈને તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. તેઓ દાવેદારી અંગે ગંભીર છે. તે ગુજરાતમાં ઓલિમ્પિકનું આયોજન કરવા માટે રાજ્ય સરકારના મેનિફેસ્ટોનો પણ એક ભાગ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!