Published by : Rana Kajal
ન્યુ દિલ્હી વિજ્ઞાન ટેકનોલોજી ભવન અને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ઈન્સ્પાયર એવોર્ડ યોજના અંતર્ગત નપાણિયા લાડવેલ પ્રાથમિક શાળાના ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી આકાશ અને માર્ગદર્શક શિક્ષક મનિષભાઇ, આચાર્ય હેમાંગભાઇ દ્વારા ટ્રેન અને બસમાંથી કચરાનો નિકાલ, સંગ્રહ અને તેનો પુન: ઉપયોગ વિષય પર મોડેલ રજૂ કરેલ છે.આ પ્રોજેક્ટમાં પરિવહનના સાધનો જેવા કે બસ, ટ્રેન અને ટ્રાવેલ્સ વગેરેમાં મુસાફરી દરમિયાન મુસાફરો પ્લાસ્ટિક, કાગળ કે વધેલા ફળો તથા ખાદ્ય પદાર્થો બારીની બહાર ફેંકે છે. જેથી રોડ તથા રેલવે લાઇન પર ગંદકી ફેલાય છે. સ્વચ્છતા અભિયાન આપણા દેશમાં ચાલી રહ્યું છે. ત્યારે અભિયાનમાં સહભાગી થવાનો એક વિચાર આ પ્રોજેક્ટમા રજૂ કરેલ છે.પરિવહન દરમિયાન બારી બહાર ફેંકવામાં આવતો નકામાં કચરાને સીધા જ રોડ કે લાઈન ઉપર ન પડવા દેતા તેને પદ્ધતિસર એકત્ર કરી તેનું વર્ગીકરણ કરી તેનો પુનઃઉપયોગ કરી શકાય. આ મોડેલની પસંદગી રાજ્ય કક્ષાએ થતાં બારડોલીની એસ.એન. પટેલ ઇન્સ્ટિટ્યૂટના સ્થળે 23 થી 25 જાન્યુઆરી ભાગ લીધેલ હતો.રાજ્ય કક્ષાએ 59 જેટલા પ્રોજેક્ટમાંથી નપાણિયા લાડવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થિ આકાશનો ટ્રેન અને બસમાંથી કચરાનો નિકાલ, સંગ્રહ અને તેનો પુન: ઉપયોગનો નવતર વિચાર સહીત કુલ 6 પ્રોજેક્ટની પસંદગી રાષ્ટ્રિય કક્ષાએ થયેલ છે. અગામી સમયમાં રાષ્ટ્રની નામાંકિત સંસ્થાઓ IITs, NITs, IISERs, Central Universities, etc. જે આ ઈનોવેટીવ પ્રોજેકટને વર્કિંગ મોડેલ બનાવવામાં મદદ કરશે. આ મોડેલ રાષ્ટ્ર કક્ષાના ગણિત-વિજ્ઞાન અને ઇનોવેશન પ્રદર્શનમાં ભાગ લેશે. મહીસાગર જિલ્લામાંથી રાષ્ટ્ર કક્ષાએ ભાગ લેવા માટે ડાયટ સંતરામપુર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી સહિતના શિક્ષણ પરિવારે શુભેચ્છા પાઠવી હતી