Home India ગુજરાતનુ ગૌરવ…ગાંધીનગર પોલીસની મહિલા કોન્સ્ટેબલે દુબઈમાં ઈન્ટરનેશનલ પાવર લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યા…

ગુજરાતનુ ગૌરવ…ગાંધીનગર પોલીસની મહિલા કોન્સ્ટેબલે દુબઈમાં ઈન્ટરનેશનલ પાવર લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યા…

0

Published By : Parul Patel

ગાંધીનગર પોલીસમાં લોકલ ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ મિત્તલબા પરમારે દુબઈમાં 22 જુલાઈ 2023ના રોજ રો વર્લ્ડ પાવરલિફ્ટિંગ ફેડરેશન USA તથા રો વર્લ્ડ પાવરલિફ્ટિંગ ફેડરેશન UAE દ્વારા યોજાયેલા ઇન્ટરનેશનલ પાવરલિફ્ટિંગ કોમ્પિટિશનમાં બેંચપ્રેસ-ડેડલિફ્ટ ઇવેન્ટમાં પ્રથમ ક્રમે રહી, બે ગોલ્ડ મેડલ તથા સ્ટ્રોંગ વુમનનો ખિતાબ મેળવી વિદેશની ધરતી પર ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું છે.તેની સાથે મહીલા હવે પુરુષ સમોવડી બની છે, તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વધુમાં મિત્તલબા પરમારે ગુજરાત પોલીસ અને ફેડરેશન વતી રેસલીંગ અને પાવરલિફ્ટિંગ આર્મ રેસલીંગમાં આંતરરાષ્ટ્રીયકક્ષા, નેશનલકક્ષા તથા રાજ્યકક્ષાએ ભાગ લઇ કુલ 32 મેડલ હાંસલ કરેલા છે. જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે 2 ગોલ્ડ મેડલ, રાષ્ટ્રીય સ્તરે 1 સિલ્વર મેડલ તેમજ 4 બ્રોન્ઝ મેડલ પણ જીતેલા છે. તેમજ રાજ્યસ્તરે 7 ગોલ્ડ મેડલ તથા 10 સિલ્વર મેડલ મળીને કુલ 17 મેડલ પણ હાંસલ કર્યા છે. ઉપરાંત ખેલમહાકુંભમાં 5 ગોલ્ડ મેડલ તથા 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આમ આંતરરાષ્ટ્રીય સ્તરે કુલ-2 મેડલ, રાષ્ટ્રીય સ્તરે કુલ 5 મેડલ, રાજ્ય સ્તરે કુલ 17 મેડલ તથા ખેલમહાકુંભમાં કુલ 8 મેડલો સહિત કુલ 32 મેડલ મેળવ્યા છે…..

વધુમાં તેઓ ગુજરાત પોલીસના ઇતિહાસમાં રેસલીંગ ક્ષેત્રે એકમાત્ર મહિલા રેસલર તરીકે એવોર્ડ મેળવી ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું હતું.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version