Published by : Rana Kajal
હવે તો ક્રિકેટની રમત સાથે સટ્ટો જોડાઈ ગયો હોય તેમ લગભગ દરેક ક્રિકેટ મેચ અંગે સટ્ટો રમાતો જ હોય છે. જૉકે અત્યાર સુધી સોથી મોટા સટ્ટાકાંડ સપાટી પર આવેલ છે જેના આરોપીઓને પોલીસ શોધી રહી છે.
હાલમાં જ ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કર્યો છે. આ સટ્ટાનો હિસાબ એક શહેરના કુલ બોર્ડના બજેટથી પણ વધારે છે. જે અંગેની વિગત અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી તો જાણવા મળ્યું કે, ગુજરાતના બે મોટા બુકી રાકેશ રાજદેવ (ઉર્ફે-આર. આર.) અને ટોમી પટેલ ઉર્ફે ઊંઝાની સર્કિટમાં એક સિઝનમાં 1,400 કરોડ રૂપિયાનો સટ્ટો ખેલાયો છે. જેનો હિસાબ પણ મળી ગયો છે. આ મોટા ગજાના શખ્સો હાલમા દુબઈમાં આલીશાન જિંદગી જીવે છે, વિલામાં રહે છે, સૌથી મોંઘો દારૂ પીવે છે અને તમામ હદ વટાવે છે. ત્યારે હવે બુકીઓ સામે પૈસા ટ્રાન્સફર વિદેશમાં કરાયા હોવાની વિગતો પણ સામે આવી છે. ત્યારે આરોપીઓ સામે loc નોટિસ જાહેર કરવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ છે તૈયારીઓ કરી લીધી છે.ક્રિકેટ રમાય એટલે સામાન્ય રીતે કોણ હારે છે અને કોણ જીતશે તેનો સટ્ટો રમાય છે. પણ લગભગ દરેક બાબતમાં જો સટ્ટો રમાડતા બુકીઓની પણ ગુજરાતમાં કમી નથી.
આ શખ્સો અલગ અલગ સર્કિટમાં કામ કરે છે. કદાચ જીતુ થરાદની સર્કિટ હોય અથવા આર. આર.ની સર્કિટ દરેકની સર્કિટમાં જોડાયેલા પંટર અને સટોડીયાઓ સટ્ટો રમવામાં ચૂકતા નથી. હવે આ સટ્ટાનું રૂપ ટેકનોલોજીમાં કન્વર્ટ થઈ ગયું છે. જે પહેલા બોલતી બોબડી લાઈનથી ક્રિકેટ રમાડતા હતા. તેમાં ખાસ કરીને હવે મોબાઈલ એપ્લિકેશન મારફતે એકાઉન્ટ ખોલાવીને સટ્ટો રમાય છે. જેમાં સટોડીયાને ક્રેડિટ આપવામાં આવે છે. અથવા હાર-જીત બાદ એક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવતા હોય છે. અથવા એડવાન્સ રૂપિયા પણ જમા થતા હોય છે. પરંતુ આ તમામ હિસાબ ભારતમાં નહીં પણ એક રીતે મની લોન્ડરિંગ કહી શકાય તેમ વિદેશમાં જાય છે. એ હવાલા હોય કે ઓનલાઇન ટ્રાન્સફર હાલ સટ્ટા બજારનું આખું નેટવર્ક અલગ રીતે ચાલે છે જોકે ગુજરાતમાં ક્રિકેટ સટ્ટા પર અનેક લોકો દાવ ખેલતા હોય છે. જેમાં સૌથી મોટા બુકી ગુજરાતના હોય છે, જે વિદેશની ધરતી પર પૈસા ટ્રાન્સફર કરાવે છે. જેમાં એક વ્યક્તિનું અથવા કોઈ ડમી નામનું એકાઉન્ટ હોય છે. જે એકાઉન્ટ દુબઈ કે કોઈ અલગ જગ્યાએ હોય છે. જેમાં સટ્ટાનો હિસાબ ટ્રાન્સફર થાય છે. આ રૂપિયા વિદેશમાં ગયા પછી બુકી તે રૂપિયાથી ઐયાસી કરે છે. બુકીઓ પણ ડમી એકાઉન્ટ બનાવે છે, જે એપ્લિકેશન સાથે કનેક્ટ હોય છે અને એકાઉન્ટમાં રૂપિયા જમા થાય છે. ગુજરાતમાંથી હવાલા દ્વારા ટ્રાન્જેક્શન થાય છે. રોજના 5થી 7 કરોડ એક લાઇનના હોય છે, જે અલગ અલગ બુકીના હોય છે. હંમેશા બુકીઓ જ પ્રોફિટમાં હોય છે, ક્યારેય કોઈ સટોડીયો કમાયો નથી. આ બુકીઓના રિકવરી એજન્ટ પણ કરોડો કમાય છે અને તે ટપોરી જેવા લોકો હોય છે.