Tuesday, June 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratગુજરાતમાં આભમાંથી ગરમીના આકરા તેવર વચ્ચે વીજ વપરાશમાં 2000 મેગાવોટનો વધારો...

ગુજરાતમાં આભમાંથી ગરમીના આકરા તેવર વચ્ચે વીજ વપરાશમાં 2000 મેગાવોટનો વધારો…

Published by : Rana Kajal

  • ભરૂચ, સુરત સહિત દક્ષિણ ગુજરાતની જ વીજ માંગ 500 મેગાવોટ વધી
  • રાજ્યની ઉનાળા પહેલાં વીજમાગ 18 હજાર મેગાવોટ જ્યારે દક્ષિણ ગુજરાતની 3800 મેગાવોટ હતી

ગુજરાતમાં 40 ડીગ્રીને પાર કરી ગરમી આગળ વધી રહી છે ત્યારે આકરી ગરમીમાં વીજ વપરાશ અને માંગમાં 2000 મેગાવોટનો જંગી વધારો થયો છે. હાલ રાજ્યમાં વીજ વપરાશ 20,000 મેગાવોટને સ્પર્શી ગયો છે.

ગરમીમાં વધારો તેમજ ઘરેલું, ઔદ્યોગિક, કૃષિ ક્ષેત્રે ડિમાન્ડ અને વપરાશ વધતા રાજ્યમાં 20,382 મેગાવોટ વીજ વપરાશ નોંધાયો છે. રાજ્યમાં ઉનાળા પહેલાં વીજ પુરવઠાની માંગ 18,000 મેગાવોટ હતી, જે માંગ હાલ 20,382 મેગાવોટ પર પહોંચી છે.

જોકે વીજ કંપની પાસે પૂરતો વીજ પુરવઠો હોવાથી કોઈ સમસ્યા નથી. વીજ કંપનીના ટોચનાં સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યમાં વીજળીની માગ શિયાળામાં 16,000 મેગાવોટ હતી જે હાલ ગરમીના લીધ માર્ચમાં શરૂઆતમાં 18,000 મેગાવોટ પર પહોંચી હતી.

સામાન્ય રીતે ઓગસ્ટ-સપ્ટેમ્બર અને જાન્યુઆરી-ફેબ્રુઆરી માસ વીજ પુરવઠા માટે પિક સિઝન ગણાય છે કારણ આ સમયમાં કૃષિ ક્ષેત્રે પણ વીજ પુરવઠાની માગ વધુ હોય છે એટલે વીજ માગમાં વધારો થાય છે.

ગુજરાતમાં જીયુવીએનએલના નેજા હેઠળની એમજીવીસીએલ, યુજીવીસીએલ, પીજીવીસીએલ અને ડીજીવીસીએલ વીજ કંપનીઓ 1.65 કરોડ ગ્રાહકો ધરાવે છે. વીજ કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં ડોમેસ્ટિક અને ઇન્સ્ટ્રીઝ ક્ષેત્રમાં ગણીએ અંદાજે 9 લાખ વીજ ગ્રાહકો છે. તેમાં વડોદરા શહેરની આસપાસ આવેલા ઇન્સ્ટ્રીયલ યુનિટોનો પણ સમાવેશ થાય છે.

ઉનાળા પહેલાં વડોદરા શહેર અને જિલ્લામાં વીજ પુરવઠાની માંગ 800 મેગાવોટ હતી પણ ઉનાળો શરૂ થતાં વીજ માંગ 900 મેગાવોટની ઉપર પહોંચી છે. હાલ ગરમીના કારણે વીજ ગ્રાહકોએ એસી, કુલર, પંખાઓ વધુ ચલાવતાં હોવાથી વીજ માંગમાં વધારો થયો હોવાનું અધિકારીએ ઉમેર્યું હતું.

ઔદ્યોગિક ભરૂચ, સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની જ વીજ માંગ અને વપરાશ હાલ 4300 મેગાવોટ છે. હાલ ઉનાળાની ગરમીને લઈ વીજ વપરાશ અગાઉ 3800 મેગાવોટ હતો તેની સામે 500 મેગાવોટનો વધારો નોંધાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!