Published by : Rana Kajal
દિલ્હી ગયેલા સિનિયર નેતાઓએ બળાપો કાઢી જણાવ્યું કે હાલના નેતાઓ જ પક્ષ માટે…. ખલનાયક..ગુજરાત રાજયના કોંગ્રેસના સંગઠનમાં પરિવર્તન લાવવા માટેનો તખ્તો તૈયાર થઈ ગયો છે. તાજેતરમાં જ અર્જુન મોઢવાડિયા સહીતના કોંગ્રેસના અગ્રણી નેતાઓ દિલ્હીથી પરત આવ્યા છે…દિલ્હી ગયેલા ગુજરાતના નેતાઓએ એવો બળાપો કાઢયો હતો કે ગુજરાતમાં જન મંચ કાર્યક્ર્મ માત્ર કરવા ખાતર કરાઇ રહ્યો છે. તેમણે એમ પણ જણાવ્યુ કે કેટલાક જનમંચ ના કાર્યક્રમમા રાહુલ ગાંધી કે ખડગે ના ફોટા પણ જણાયા ન હતા. સાથે દિલ્હી ખાતે ઍવી પણ રજુઆત કરવામાં આવી હતી કે પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના વડપણમાં કૉંગ્રેસ સદંતર નિષ્ફળ સાબીત થઈ છે.