Published by : Rana Kajal
સુરત કોર્ટમા માનહાની કેસમાં આવેલ ચુકાદા મુજબ રાહુલ ગાંધીનું લોકસભાનુ સભ્ય પદ રદ થતાં હવે કોંગ્રેસે જયભારત સત્યાગ્રહનો આરંભ સમગ્ર દેશમા કર્યો છે. જેના એક ભાગ રૂપે આવનાર તા. 30 એપ્રિલના રોજ કોંગ્રેસનું રાજ્ય સ્તરીય સમેલનનુ આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમા રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે… આ સંમેલનને વર્ષ 2024ની વિધાનસભાની ચુંટણીની તૈયારીના ભાગ રૂપે પણ જોવાઇ રહ્યું છે.આ સંમેલનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી તેમજ કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.