Published by : Anu Shukla
તાપમાનની વાત કરીએ તો, નલિયામાં 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. જે ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન હતુ. આ સાથે આઠ શહેરોમાં ઠંડીનો પારો 12 ડિગ્રીથી નીચે નોંધાયો હતો.
ગુજરાતમાં હવે ઠંડીનું જોર વધી રહ્યું હોય તેવું અનુભવાય છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે રાજ્યમાં કડકડતી ઠંડી વધી રહી છે. જ્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી ચારથી પાંચ દિવસ તાપમાનમાં કોઇ ફેરફાર થાય તેવી શક્યતા નથી. જેના કારણે રાજ્યમાં ઠંડીનો પારો આવો જ રહેશે.
નલિયામાં 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. જે ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન હતુ. આ સાથે આઠ શહેરોમાં ઠંડીનો પારો 12 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. આ સાથે અમદાવાદમાં 13.1 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. ડીસા, ગાંધીનગર, પાટણ, ભૂજ, વડોદરા, પોરબંદર, રાજકોટમાં તાપમાન 12 ડિગ્રીથી નીચું નોંધાયું હતુ.
આ મહિને ઠંડી સાથે માવઠાનો માર પડશે. જાન્યુઆરીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જાન્યુઆરીમાં કેટલાક વિસ્તારમાં માવઠું થઈ શકે છે. માવઠાને કારણે ખેતીના પાકને અસર થઈ શકે છે. આમ, આગાહીને લીધે ખેડૂતોની ચિંતામાં ફરી વધારો થયો છે.
હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડીને 7 ડિગ્રી પહોંચ્યો છે. સવારે ચારેબાજુ બરફની ચાદર છવાઈ જાય છે. કારની છત હોય કે મેદાનો ચારેબાજુ બરફ જામી જાય છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો ચમકારો વધી ગયો છે. અહીં લઘુત્તમ તાપમાન -1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જેના કારણે અહીં તીવ્ર ઠંડી અને તીવ્ર શીતલહેરનો માહોલ જોવા મળ્યો હતો. સવારે ઝાકળ થીજી જવાને કારણે ઘાસના મેદાનોમાં બરફની સફેદ ચાદર જોવા મળી હતી.
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કડકડતી ઠંડી સાથે પવનનો અનુભવ થઇ રહ્યો છે. ઉત્તર ભારતમાં હજુ પણ એક સપ્તાહ સુધી ઠંડીમાં રાહત મળે એવી શક્યતા નથી. શીતલહેરના કારણે પૂર્વોત્તર અને ઉત્તર ભારતના રાજ્યોમાં જનજીવન પ્રભાવિત થયું હતું. કેટલાય રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાયો હતો, તો હિમાલયન રેન્જમાં બરફવર્ષા થઈ હતી. પાટનગર દિલ્હીમાં તાપમાનનો પારો પાંચ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. વહેલી સવારથી ઝાકળના કારણે રસ્તાઓમાં વાહન ચલાવવાનું કપરું બન્યું હતું.