Friday, February 7, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBulk drugગુજરાતમાં ભરૂચના જંબુસર ખાતે ભારતનો સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સ્થપાશે

ગુજરાતમાં ભરૂચના જંબુસર ખાતે ભારતનો સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સ્થપાશે

  • ગુજરાતમાં બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા કેન્દ્ર સરકાર દ્વારા આશરે રૂ. ૧૦૦૦ કરોડની સહાય આપવામાં આવશે
  • ગુજરાત સહિત આંધ્ર પ્રદેશ અને હિમાચલ પ્રદેશને પણ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવાની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી
  • રાજ્યના બલ્ક ડ્રગ અને મેડિકલ ઉદ્યોગ ક્ષેત્રે આયાત ઘટાડવા અને રોજગારી વધારવા બલ્ક ડ્રગ્સ પાર્ક આશીર્વાદરૂપ સાબિત થશે:-આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

કેન્દ્ર સરકારે ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ભારતનો સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા આવશે.
ગુજરાત સહિત આંધ્ર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવાની કેન્દ્ર સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.

ગુજરાતમાં બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા માટે Gujarat Industrial Development Corporation (GIDC) દ્વારા જગ્યા આઈડેંટીફાઈ કરી બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા અર્થે એક પ્રપોસલ તૈયાર કરીને કેન્દ્ર સરકારની સ્કીમ સ્ટીયરીંગ કમીટી (SSC) સમક્ષ ડિટઈલ્ડ પ્રોજેક્ટ રીપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. સ્કીમ સ્ટીયરીંગ કમીટી દ્વારા પ્રપોસલ ચકાસ્યા બાદ ગુજરાત રાજ્યનાં ભરુચ જીલ્લાનાં જંબુસર તાલુકા ખાતે કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસીલીટી સાથેનું બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા અર્થે સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે. જે થકી ભારત સરકાર દ્વારા રાજ્યમાં કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસીલીટી સાથેનું બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા આશરે રૂ. ૧૦૦૦ કરોડ ની સહાય આપવામાં આવશે, જેથી સ્પર્ધાત્મક ભાવે બલ્ક ડ્રગ્સનું ઉત્પાદન શક્ય બનશે.આ પાર્ક થકી રાજ્યના બલ્ક ડ્રગ ઉદ્યોગ અને મેડિકલ ઉદ્યોગને ખુબ જ ફાયદો થશે.ગુજરાતને ફાર્મા ઉદ્યોગનું કેપિટલ માનવામાં આવે છે. રાજ્યમાં ફાર્મા ઉદ્યોગ ખૂબ જ વ્યાપક પ્રમાણે સ્થપાયેલો છે. મેડિકલ ડિવાઇસીસ અને બલ્ક ડ્રગનાં ઉત્પાદન ક્ષેત્રે પણ ગુજરાત રાજ્ય દેશમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે.

ભારત સરકારના કેમીકલ અને ફર્ટીલાઇઝર મંત્રાલય અંતર્ગત ડીપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટીકલ્સ દ્વારા મેડિકલ ડિવાઇસીસ પાર્ક તેમજ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા માટે વિવિધ પ્રકારની યોજનાઓ બનાવવામાં આવેલી છે. આ યોજનાઓનો લાભ લઇ ગુજરાતમાં પણ આ પ્રકારના પાર્ક બનાવીને ગુજરાતના ફાર્મા ઉદ્યોગના ઝડપથી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમીટ થકી નવી ઇન્ડસ્ટ્રીઝના વિકાસ થકી ગુજરાતમાં રોકાણ વધારવા અને રોજગારીની તકો વધારવા રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે.

રાજ્યમાં નવી રોજગારની તકો ઉભી થશે અને રાજ્યના ઔધોગિક વિકાસને ગતિ મળશે. હાલમાં રાજ્યમાં આવેલ વિવિધ કેમિકલ અને ફાર્મા ઉદ્યોગ તેમાં વપરાતા બલ્ક ડ્રગ્સ આયાત કરે છે. રાજ્યમાં બલ્ક ડ્રગ પાર્ક સ્થપાવાથી આવા બલ્ક ડ્રગ્સનું ઉત્પાદન ગુજરાતમાં જ શક્ય બનશે. આથી ભારત સરકારનાં વિઝન “Make in India” અને “આત્મનિર્ભર ભારત” ખરાં અર્થમાં સાર્થક થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!