Published by : Rana Kajal
રાજ્યમાં દૈનિક 22 કરતા વધુ બનતા મહિલાઓ અંગેનાં ગુના…ગુજરાતમાં ભાજપના રાજમાં મહિલાઓને લગતા ગુનાઓની સંખ્યા વધતા કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેન્કરે આક્ષેપ કર્યો છે કે ભાજપના રાજ માં રાજ્યમા મહિલાઓ સલામત નથી..આ બાબતે આંકડાકીય માહિતી પણ આપવામાં આવી છે તે મુજબ વર્ષ 2017-18માં 8133 ગુના, 2018-19માં 8329 ગુના, 2019-20માં 8799 ગુના, 2020-21માં 8028 ગુના, 2021-22મા 7348 ગુના, મળી કુલ 40637 ગુનાઓ રાજ્યમા મહિલાઓને લગતા નોંધાયા છે .આ આંકડાકીય માહીતી જોતા એમ કહી શકાય કે દર મહીને સરેરાશ 670 થી વધુ અને દરરોજ સરેરાશ 22 થી વધુ મહિલાઓ અંગેનાં ગુનાઓ રાજ્યમા નોધાઇ રહ્યાં છે.