ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને ભાજપે ગુજરાતમાં ઇતિહાસ રચ્યો છે. વિધાનસભાના તમામ રેકોર્ડ તોડી ભાજપ સરકાર બનાવવા જઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીના સરકાર બનાવવાના ઓરતા અધૂરા રહ્યા છે.બીજી તરફ કોંગ્રેસનો સત્તા વનવાસ શરૂ રહ્યો. હવે તો વિપક્ષ માંથી બેસવાના સપના પણ અધૂરા રહ્યા છે. આ દરમિયાન રાજ્યમાં કયા પક્ષને કેટલા વોટ મળ્યા એ મહત્વનું છે. ભાજપને 52.5 ટકા મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસને 27.3 ટકા મત મળ્યા છે અને આમ આદમી પાર્ટીને 12.9 ટકા જ મત મળ્યા છે
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં યુવા-વૃદ્ધો સાથે પુરુષ અને સ્ત્રી મળીને કુલ 3.13 કરોડ લોકોએ મતદાન કર્યું હતું.બે તબક્કાના મતદાનમાં ગુજરાતમાં 3.13 કરોડ મતદાન કર્યું હતું. જેમાંથી સૌથી વધુ ભાજપને 1.67 કરોડ મત મળ્યા છે. તો બીજા નંબર પર કોંગ્રેસને કુલ 86.83 લાખ મળ્યા છે.લઈ હવે કોંગ્રેસનો વોટશેર 2017 કરતા ઘટીને 27.30 ટકા થયો છે.
કોને મળ્યા કેટલા મત
બે તબક્કાના મતદાનમાં ગુજરાતમાં 3.13 કરોડ મતદાન કર્યું હતું. જેમાંથી સૌથી વધુ ભાજપને 1.67 કરોડ મત મળ્યા છે. તો બીજા નંબર પર કોંગ્રેસને કુલ 86.83 લાખ મળ્યા છે. ભાજપને 52.5 ટકા મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસને 27.3 ટકા મત મળ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીને 12.9 ટકા મત મળ્યા છે. આ સાથે નોટને 1.57 ટકા મત મળ્યા છે. ભાજપને 16707957 મત મળ્યા છે. કોંગ્રેસને 8,683, 966 મત મળ્યા છે.આમ આદમી પાર્ટી ને 4112055 મત મળ્યા છે. નોટાને 501202 મત મળ્યા છે.
2012ની ચૂંટણી
આ ચુંટણીમાં અપક્ષ સહિત કુલ 40 પક્ષ મેદાને હતા. ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી ભાજપને 115 બેઠક મળી હતી જ્યારે કોંગ્રેસને 61 બેઠક મળી હતી, સ્વ. કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીને 2 બેઠક મળી હતી. એનસીપીને 2 તથા જેડીયુ અને અપક્ષને 1-1 બેઠક મળી હતી. આ ચૂંટણીમાં જો વોટશેરની વાત કરવામાં આવે તો ભાજપનો વોટશેર 47.85 ટકા રહ્યો હતો જ્યારે કોંગ્રેસનો વોટશેર 38.93 ટકા, જીપીપીનો વોટશેર 3.63 ટકા અને અપક્ષનો 5.83 ટકા વોટશેર રહ્યો હતો.
2017ની ચૂંટણી
ગુજરાત વિધાનસભાની વર્ષે 2017ની ચૂંટણીમાં અપક્ષ સહિત કુલ 67 રાજકીય પક્ષો ચુંટણીના મેદાને ઉતર્યા હતા. જેમાં ભાજપને 99 બેઠકો મળી હતી, કોંગ્રેસને 77 બેઠકો, બિટીપીને 2 બેઠક, એનસીપીને 1 બેઠક અને અપક્ષને 3 બેઠક મળી હતી. 2017ની ચૂંટણીમાં જો વોટશેરની વાત કરવામાં આવે તો ભાજપનો વોટશેર 49.1 ટકા હતો જ્યારે કોંગ્રેસનો વોટશેર 41.4 ટકા હતો જ્યારે અપક્ષનો વોટશેર 4.3 ટકા હતો.