Published by : Rana Kajal
ગુજરાતમાં 5 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રની શિંદે સરકારે મોટો નિર્ણય લીધો છે. શિંદે સરકારે ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના જિલ્લાઓમાં કામ કરતા ગુજરાતના મતદારોને એક દિવસની રજા આપી છે. શિંદે સરકારે તમામ ખાનગી કંપનીઓને કહ્યું છે કે, જો તેઓ આ આદેશનું પાલન નહીં કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ કંપનીઓ વેતન પણ કાપી શકશે નહીં.
મહારાષ્ટ્ર સરકારે આ અંગે જીઆર બહાર પાડ્યો છે. જાહેર કરાયેલા GRમાં જણાવાયું છે કે, મહારાષ્ટ્રના સરહદી જિલ્લાઓ જેમ કે પાલઘર, નાસિક, નંદુરબાર અને ધુલેમાં કામ કરતા ગુજરાત વિધાનસભાના મતદારો માટે એક દિવસની રજા આપવામાં આવી છે. તમામ ખાનગી કંપનીઓને તેનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે. આદેશનો ભંગ થશે તો કાર્યવાહી કરવામાં આવશે.