Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeDEVELOPMENTગુજરાતમાં મેડીકલ યુનિવર્સિટી કયારે..? મેડીકલ યુનિવર્સિટી બનાવવાનું બિલ કેમ રજૂ કરાતુ નથી......

ગુજરાતમાં મેડીકલ યુનિવર્સિટી કયારે..? મેડીકલ યુનિવર્સિટી બનાવવાનું બિલ કેમ રજૂ કરાતુ નથી… શું આંતરીક વાદવિવાદના પગલે મેડીકલ યુનિવર્સિટી ટલ્લે ચઢાવાય છે..?

Published By : Parul Patel

મેડીકલ ક્ષેત્રે આટલો વિકાસ સધાયા બાદ પણ ગુજરાતમાં મેડીકલ યુનિવર્સિટી નથી. દેશના અન્ય 15 કરતા વધુ રાજ્યોમા મેડીકલ યુનિવર્સિટી છે, એવું નથી કે આ દિશામાં પ્રયાસો કરવામા આવ્યા નથી. મેડિકલ યુનિવર્સિટી માટે અનેક વાર પ્રયાસો કરવા છતાં ગુજરાતમા મેડીકલ યુનિવર્સિટીની રચના થઈ શકી નથી. આ વખતે પણ વિધાનસભામાં મેડીકલ યુનિવર્સિટી અંગેનું બિલ રજૂ કરવામાં આવ્યું ન હતું મળતી માહિતી મુજબ સી. એમ. ઓફિસમાંથી આ અંગે મંજૂરી મળી હતી.

ગુજરાતમાં જૉ મેડીકલ યુનિવર્સિટી હોય તો રાજ્યની મેડીકલ કોલેજોનું યોગ્ય એકસરખું સંચાલન થઈ શકે છે. કોમન સિલેબસ થી માંડીને પરીક્ષા તેમજ અન્ય બાબતો માટે રાજ્યની તમાંમ મેડીકલ કોલેજોને ઍક બીજાં સાથે સંકલનમાં લઇ શકાય. હાલ ગુજરાત સિવાય ઉત્તર પ્રદેશથી માંડીને મહારાષ્ટ્ર સુધીના 15 કરતા વધુ રાજ્યોમાં મેડીકલ યુનિવર્સિટી છે. ગુજરાતમા પણ મેડીકલ યુનિવર્સિટી અંગે વારંવાર ફાઈલ તૈયાર કરવામાં આવી, તમામ તૈયારીઓ થઈ જતી હોવા છતા પણ છેક છેલ્લી ઘડીએ મેડીકલ યુનિવર્સિટીની દરખાસ્ત વિધાનસભામા લાવવામાં આવતી નથી. જે અંગે સરકાર પર કોઈને કોઇ દબાણ હોવાનુ જાણવા મળી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!