પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નામે એક મોટો રેકોર્ડ નોંધાયો છે કે જેને આજદિન સુધી કોઈ નથી તોડી શક્યું. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ માધવસિંહ સોલંકીના નામે છે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર સભાઓમાં ગુજરાતની જાણતાને અપીલ કરી હતી કે આ વખતે ભૂપેન્દ્રએ નરેન્દ્રના તમામ રેકોર્ડ તોડવાના છે. અને આ વાત સાચી પડતી જણાઈ રહી છે.
માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ 182 બેઠકમાંથી 149 બેઠકો જીતી હતી. માધવસિંહ સોલંકી 1976માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યાર બાદ કૉંગ્રેસ પાર્ટીના નેતા તરીકે તેઓ 4 વખત મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 1985ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ સૌથી વધુ 149 બેઠકો જીતાડીને ગુજરાતમાં કૉંગ્રેસનો રેકોર્ડ બનાવી ચૂક્યા છે. માધવસિંહનો આ રેકોર્ડ આજ દિન સુધી કોઈ નથી તોડી શક્યું.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નવાજૂની થઈ છે. ભાજપ જંગી બહુમત તરફ આગળ વધી રહી છે. તો કોંગ્રેસ આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ રહ્યા છે.ભાજપ જંગી બહુમતી તરફ અગ્રેસર છે ત્યારે હવે કોંગ્રેસ નેતાઓએ પોતાની હાર માટે આમ આદમી પાર્ટીને જવાબદાર ઠેરવવાનું શરૂ કરી દીધું છે.અગાઉની ચૂંટણીઓમા જ્યારે ઇવીએમને જવાબદાર ઠેરવવામાં આવતા હતા ત્યારે આ વખતે કોંગ્રેસને હાર માટે નવું બહાનું મળ્યું છે.