Published By:-Bhavika Sasiya
- અઠવાડિયામાં જ નવ કર્મચારીઓ રંગેહાથ પકડાયા…
- ગુજરાતમાં લેતી દેતી એટલે કે ભ્રસ્ટાચારના બનાવો વધી રહ્યા છે એક સપ્તાહ માંજ 9 જેટલા લેતી દેતી ના બનાવો ઝડપાયા હતા.
હાલમાં ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. અને તેથી સરેઆમ લાંચ માગવાના બનાવો પણ વધી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં લાંચ લેતા ACB ના હાથે નવ સરકારી કર્મચારીઓ રંગેહાથ પકડાયા હતા. રાજ્યમાં ACBએ છેલ્લા એક સપ્તાહમાં પોલીસ, ઉપસરપંચ, મામલતદાર, પોલીસના વહિવટદાર અને ફાયર વિભાગના અધિકારીઓને રંગેહાથે લાંચ લેતા ઝડપી પાડ્યાં છે. છેલ્લા એક સપ્તાહમાં ACBના હાથે 9 લાંચિયાઓ ઝડપ્યા છે જેમાં ખંભાત નગરપાલીકામાં ફાયર સેફટી કચેરીમાં ફાયર ઓફિસર 40 હજારની લાંચ લેતા,તેમજ ગોધરાના ફાયર ઓફિસર 30 હજારની લાંચ લેતા, તથા નારોલ પોલીસનો વહિવટદાર 25000ની લાંત લેતા પકડાયા હતો.આ ઉપરાંત બાબરાના ધરાઈ ગામનો ઉપ સરપંચ, માણસા પોલીસ સ્ટેશનનો એએસઆઈ, તથા કપરાડા ગામનો ઉપ સરપંચ અને દસ્ક્રોઈ કુંજાડ ગામનો તલાટી,જામનગર જિલ્લામાં મામલતદાર અને વચેટિયો, અને અમદાવાદમાં એક કોન્સ્ટેબલ લાંચ લેતા રંગેહાથ પકડાયા હતા.