Published by : Rana Kajal
- વસ્તી અને વિકાસમાં ભરૂચ નગર મહત્વનું તેમ છતાં ભરૂચની બાદબાકી…
ભાજપના ભરૂચના કહેવાતા નેતાઓની પીપુડી ગાંધીનગરના દરબારમાં વાગતી નથી…. હવે જો નગરજનો જાગશે તો ભાજપના નેતા ભાગશે… આવી રહી છે લોકસભાની ચૂંટણી…. હાલમાંજ રાજ્ય સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે રાજયના નવસારી, ગાંધીધામ, સુરેન્દ્ર નગર, વાપી અને મોરબી એમ પાંચ નગરોની નગરપાલિકાઓને અપ ગ્રેડ કરવામા આવી. પરંતું ભરૂચ નગરપાલિકાને અપગ્રેડ કરવામાં આવી નથી . મળતી માહિતી મુજબ ભરૂચના ભાજપના નેતાઓ ની પીપુડી ગાંધીનગરમાં વાગતી નથી. ખરડાયેલા અને બદનામ થયેલા ભરૂચના સ્થાનિક ભાજપી નેતાઓએ માત્ર સલામ ઠોકવી પડે છે અને હાજી… હાજી.. કરવી પડે છે. તેવી લોકચર્ચા ચાલી રહી છે…
રાજયના 5 નગરોની નગરપાલિકાઓને મહાનગપાલિકાઓ નો દરજ્જો આપવામાં આવ્યો. પરંતું તેમાં ભરૂચ નગરપાલીકાનો સમાવેશ ન થયો. ભરૂચ નગપાલિકાનો સમાવેશ મહાનગરપાલિકાની યાદીમાં કેમ ન કરાયો તે અંગેનો જવાબ ભરૂચ નગરના લોકો આવનાર લોકસભાની ચૂંટણીમાં ભાજપી નેતાઓ પાસે માંગે તેવી સંભાવના જણાઈ રહીં છે.. ભરૂચ અંકલેશ્વર ટ્વીન સીટી ના સ્વપ્નો બતાવનારા ભાજપના નેતાઓને આજે લોકો પૂછી રહ્યા છે કે ભરૂચ નગર પાલિકા ને આવો અન્યાય કેમ..?
કયા ધોરણોમાં ભરૂચ નગરપાલીકા પાછળ પડી તે અંગે લોકો જ્યારે ચર્ચા કરી રહ્યા છે ત્યારે કેટલાક એમ પણ કહી રહ્યા છે કે ભ્રષ્ટાચારના આચરણમાં ભરૂચ નગરપાલીકા સર્વોચ્ય છે. જ્યાં રોડ પતિ કરોડ પતિ બની જાય છે… કોઇ નગરપાલીકા કે નગર ની ટીકા ટિપ્પણી કરવાનો ભરૂચના લોકોને કદાચ અધિકાર નથી કોઇનુ સારૂ થાય તે જોઈ ન શકે તેવા ભરૂચના લોકો હરગીઝ નથી. પરંતું ભરૂચના ભોળા લોકો ઍક પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જરૂર કરી રહ્યા છે કે વર્ષોથી અમે રિબાઈ ને અગવડો ભોગવીને પણ ભાજપનો જય જય કાર કર્યો ત્યારે ભાજપના નમાલા નેતાઓ… હવે અમારો શું વાંક કે ભરૂચ નગર પાલિકા અપગ્રેડ નહી થઈ … અલબત્ત આવી લોક ચર્ચા ચાલી રહી છે