Published by : Rana Kajal
- ૧૧૫ કંપનીઓ પર દરોડાની કાર્યવાહી કરાઇ..
- ATS અને ક્રાઇમ બ્રાન્ચને જોડે રાખી કરવામાં આવેલ કાયૅવાહી..
ગુજરાત વિધાનસભાની ચુંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મનીલોન્ડ્રિંગ થયાની શકાના આધારે GST દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ૧૧૫ કંપનીઓ પર દરોડા પાડવામાં આવતાં કોર્પોરેટ જગતમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.૧૧૫ કંપનીઓ પર GST ના દરોડા પડ્યા હતા. જેમાં સુરતની ૨૫ કંપનીઓ, અમદાવાદની ૨૧, જામનગરની ૧૪, ભરૂચની ૧૧,વડોદરાની ૦૯, રાજકોટની ૦૯, ભાવનગરની ૦૭, આણંદની ૦૬, પંચમહાલની ૦૪, વલસાડની ૦૩, કચ્છ ની ૦૩, જૂનાગઢની ૦૨અને નર્મદાની ૦૧ કંપનીઓનો સમાવેશ થાય છે