Published By : Aarti Machhi
- ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી સીએમનો ચહેરો બની શકે તેવી અટકળો…
- આમ આદમી પાર્ટીએ ફોન નંબર જાહેર કરી ગુજરાતની જનતા પાસે માંગ્યા હતા મંતવ્યો
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની આજે જાહેરાત થઈ શકે છે. તો આ વખતે ત્રીજા મોરચાની મહત્વની પાર્ટી ગણાતી આમ આદમી પાર્ટી આવતીકાલે સીએમનો ચહેરો જાહેર કરશે…
2022ની વિધાનસભાની ચૂંટણી તમામ રાજકીય પક્ષો માટે ખૂબ મહત્વની ગણવામાં આવી રહી છે. કોંગ્રેસ માટે અસ્તિત્વની લડાઈ ગણવામાં આવી રહી છે તો આમ આદમી પાર્ટીએ આ વખતે પ્રજાને લોભામણી સ્કીમો આપી છે. આજે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. તો ભાજપ દ્વારા મુખ્યમંત્રીના ચહેરા તરીકે ભૂપેન્દ્ર પટેલ જ રહેશે તેવી શક્યતાઑ રહેલી છે. તો કોંગ્રેસ દ્વારા સીએમ પદ માટે હજી કોઈ ચહેરો સ્પષ્ટ નથી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજા મોરચા તરીકે એન્ટ્રી કરતી આમ આદમી પાર્ટી આવતીકાલે પોતાના મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરશે. આમ આદમી પાર્ટીએ આ માટે ફોન નંબર જાહેર કરી ગુજરાતની જનતા પાસે મંતવ્યો માંગ્યા હતા. હવે આવતીકાલે જનતા મંતવ્યોના આધારે આપ પાર્ટી સીએમ પદ માટે કયો ચહેરો જાહેર કરશે તે જોવું રહ્યું. તો આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા અને આપમાં જોડાયેલા ઈશુદાન ગઢવી સીએમ પદનો ચહેરો બનશે તેવી અટકળો ચાલી રહી છે.