Published by : Vanshika Gor
સમગ્ર રાજ્યમાં દરિયા કિનારા ધરાવતા જીલ્લાઓમાં તમામ સુરક્ષા એજન્સીઓની સંયુકત કવાયત અંતર્ગત ઓપરેશન સાગર સુરક્ષા કવચ 11 અને 12 એપ્રિલના 48 કલાક ચાલશે. બે દિવસ સુધી કચ્છથી વલસાડના દરીયાકાંઠાના 12 જીલ્લામાં તમામ સુરક્ષા એજન્સીઓ સંયુકત કવાયત યોજાશે. ત્રણ વર્ષ બાદ ફરી દરીયામાં તથા કિનારાના વિસ્તારોમાં તમામ સુરક્ષા એજન્સીઓ દ્રારા ઓપરેશન સાગર સુરક્ષા કવચ યોજાશે.
26-11 ના હુમલા બાદ દરીયા કિનારાની સુરક્ષા કરતી એજન્સી વચ્ચે સંકલન નહી હોવાનુ એક કારણ સામે આવ્યુ હતુ. જે બાદથી કોસ્ટગાર્ડ દ્રારા વર્ષમાં બે વખત તમામ સુરક્ષા એજન્સીઓ સાથે મોટી કવાયત કરવામાં આવે છે. જેમાં ડમી હથિયારો સાથે ડમી આંતકીઓ ક્યાં લેન્ડીંગ પોઈન્ટ, દરીયા કાંઠે, કે જાહેર સ્થળે પહોચી શકે છે. જેને રોકવામાં સુરક્ષા જવાનોને ટાસ્ક આપવામાં આવે છે.
દરીયા સુરક્ષા માટે અનેક એજન્સીઓ કાર્યરત છે. ઓપરેશન સાગર સુરક્ષા કવચની કમાન કોસ્ટગાર્ડને આપવામાં આવી છે. જે તેના જવાનોને યુનિફોર્મ વગર 12 જીલ્લાઓમાં કોઈ પણ સ્થળે, 48 કલાકમાં કોઈ પણ સમયે હથિયાર સાથે મોકલે છે. જેને જાહેર સ્થળો કે આપેલા ટાર્ગેટ પોઈન્ટ સુધી પહોચે તે પહેલા અટકાવવા સુરક્ષા એજન્સીઓ અને જવાનો કેટલા સર્તક અને સફળ રહે છે તેની મોકડ્રીલ યોજાય છે.