Published By:-Bhavika Sasiya
- ઘણી વાર ખોવાઈ જવાથી અથવાતો અન્ય કારણોસર ડુપ્લીકેટ ડ્રાયવિંગ લાયસન્સ કઢાવવું પડે છે હવે ડુપ્લીકેટ લાયસન્સ કઢાવવા રૂ 600 ચૂકવવા પડશે…
રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સની ફીમાં 100 ટકાનો વધારો કરી દેવાતા વિરોધ ઊભો થયો છે. ફી વધારાના પરિપત્ર પહેલાં જ અરજી કરનારા વાહનચાલકો પાસેથી પણ નવો ભાવ વસૂલવામાં આવી રહ્યો છે. સામાન્ય સંજોગોમાં કોઈ વાહનચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ ગૂમ અથવા કોઇ કારણોસર તૂટી જાય તેવા સંજોગોમાં ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવાની ફરજ પડે છે.ત્યારે હવે ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે રૂ 600નો ખર્ચ કરવા પડશે.
આર.ટી.ઓ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ, આરટીઓમાં તમામ સેવા ઓનલાઈન બનાવી દેવામાં આવી છે. અત્યાર સુધી અરજદારે ડુપ્લિકેટ લાયસન્સ માટે રૂ. 200 લાયસન્સ ફી, તથા રૂ. 200 સ્માર્ટ કાર્ડ ચાર્જ રૂપે એમ કુલ રૂપિયા 400માં ડુપ્લિકેટ ડ્રાઈવિંગ લાયસન્સ મળી જતું હતું. જોકે ગત સપ્તાહે વાહનવ્યવહાર વિભાગ દ્વારા અચાનક ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ ફી રૂ. 200થી વધારીને રૂ. 400 કરી દેવાઇ છે. તદુપરાંત રૂ. 200 સ્માર્ટ કાર્ડ ચાર્જ સાથે હવે ડુપ્લિકેટ લાઇસન્સ માટે અરજદારોએ કુલ રૂ. 600 ચૂકવવા પડશે.