- ડીસેમ્બર અડધો પુરો પણ શિયાળો જામતો નથી
- અત્યાર સુધીમાં બે હીમપાત થઇ જવા જોઇતા હતા પણ હિમાચલના અનેક શિખરો ઉપર હજુ બરફ નથી પડયો
- વેસ્ટર્ન ડિસ્ટબન્સની ગેરહાજરી, હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાની 80 ટકાથી વધુ ખાદ્ય…શું કહે છે નિષ્ણાતો
ડિસેમ્બર અંત તરફ આવી ગયો, પણ કાતિલ ઠંડી આવી નથી. વર્ષના છેલ્લા મહિનાને બે અઠવાડિયા વીતી ગયા છે, પરંતુ માત્ર ઠંડી જ નહીં, ધુમ્મસ પણ દૂર થઈ ગયું છે. એવું કહેવામાં આવે છે, આ ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં આવુ છે.
હવે પ્રશ્ન એ છે કે આવું કેમ? 2022 માં જ્યારે વરસાદ અને ગરમીએ પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો ત્યારે ઠંડી સંતાકુકડી કીકી કેમ રમી રહી છે. ડિસેમ્બર મહિનો અડધો વીતી ગયો. થોડા દિવસો પછી વર્ષ પણ વિદાય લેશે, પરંતુ અત્યાર સુધી લોકોને એવી ઠંડીનો અનુભવ થયો નથી, જે આ મહિનામાં થવો જોઇતો હતો. હવામાનશાસ્ત્રીઓએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગેરહાજરીને કારણે ડિસેમ્બરમાં અત્યાર સુધી હિમાલયના ઉપરના અને નીચલા ભાગોમાં નહિવત હિમવર્ષા થઈ છે. તેની અસર એ થઈ છે કે અડધો ડિસેમ્બર વીતી ગયો હોવા છતાં મેદાની વિસ્તારોમાં ઠંડીની અસર ઓછી જોવા મળી રહી છે.
અત્યાર સુધીમાં ઓછામાં ઓછી એકથી બે મધ્યમ હિમવર્ષા થઈ હોવી જોઈએ, પરંતુ હિમાલયના ઘણા શિખરો પર હજુ સુધી બરફ પડ્યો નથી. વૈજ્ઞાનિકોના મતે, સામાન્ય રીતે ઉત્તરપશ્ચિમ ભારતમાં નવેમ્બરમાં બેથી ત્રણ મધ્યમથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ડિસેમ્બરમાં પણ બેથી ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળે છે. જો કે, આ વર્ષે 10 નવેમ્બર પછી કંઈ જોવા મળ્યું નથી, જેના કારણે ડિસેમ્બરના હવામાનમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી.
IMD અનુસાર, હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં 97 ટકા વરસાદ અથવા હિમવર્ષાની ખાદ્ય છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં 80 ટકા અછત છે. ઉત્તરાખંડમાં પણ વરસાદ કે હિમવર્ષા થઈ નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોઈ આગાહી ન હોવાને કારણે આપણે હિમવર્ષા માટે ક્રિસમસ કે નવા વર્ષની રાહ જોવી પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કોઈ આગાહી નથી. જો કે, આનો અર્થ એ નથી કે ઠંડીનું મોજું નહીં આવે.
ભારતના હવામાન વિભાગના વડા ડૉ. એમ. મહાપાત્રા કહે છે, આ વખતે શિયાળો સામાન્ય કરતાં વધુ ગરમ છે. પરંતુ આવું શા માટે છે, તે ચોક્કસ કહી શકાય નહીં. તેમણે કહ્યું, નવેમ્બર અને ડિસેમ્બરમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગેરહાજરી એ મુખ્ય કારણ છે. હવામાન શુષ્ક રહ્યું અને પવનો તેટલા મજબૂત ન હતા. તેથી જ આપણે શીત લહેર કે ધુમ્મસના દિવસો જોઈ રહ્યા નથી.
વાસ્તવમાં, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાં શિયાળાના આગમનનો સંકેત આપે છે. તે વરસાદી તોફાનો છે, જે ભૂમધ્ય સમુદ્રમાં બને છે અને પૂર્વ તરફ આગળ વધે છે અને હિમાલયને અસર કરે છે. આ કારણે પહાડી રાજ્યોમાં હિમવર્ષા થાય છે અને નવેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ પડે છે. વરસાદ ન હોવાને કારણે આકાશમાં વાદળો નથી અને સૂર્યના કિરણો સીધા પૃથ્વીની સપાટી પર પહોંચે છે. જેમ જેમ જમીન ગરમ થાય છે તેમ, તે વાતાવરણમાં વધુ ગરમી ફેલાવે છે.
જમ્મુ અને કાશ્મીરના ઉત્તરીય ભાગો અને હિમાચલ પ્રદેશ જેવા કે કિન્નૌર, લાહૌલ સ્પીતિમાં જ બરફ પડી રહ્યો છે. બાકીનો પ્રદેશ એકદમ સૂકો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓછામાં ઓછા આ સપ્તાહના અંત સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવિટી કે વરસાદની કોઈ શકયતા નથી. આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે ઘટાડો થઈ શકે છે, પરંતુ ધુમ્મસની કોઈ શકયતા નથી. હવામાન વિભાગે પણ ઉત્તરાખંડ સિવાય આ અઠવાડિયે ઉત્તરના રાજ્યોમાં શીત લહેરની ચેતવણી આપી નથી.