Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratગુજરાતીઓ ગાત્રો થીજવતી ઠંડી માટે થઈ જાઓ તૈયાર….

ગુજરાતીઓ ગાત્રો થીજવતી ઠંડી માટે થઈ જાઓ તૈયાર….

  • કડકડતી ઠંડી પડશે.. અંબાલાલ પટેલે કરી આગાહી…

હવામાન અંગે અંબાલાલ પટેલની લગભગ તમામ આગાહીઓ સાચી સાબીત થાય છે ત્યારે હાલમાં અંબાલાલ પટેલે ઍવી આગાહી કરી છે કે આવનારા દિવસોમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે. હાલમા ગુજરાતમાં અલગ અલગ શહેરના લઘુતમ તાપમાન જોઈએ તો નલિયામાં લઘુતમ તાપમાન 13.8 ડીગ્રી નોંધાયું છે. અમદાવાદનુ લઘુતમ તાપમાન 16.5 ડીગ્રી, અમરેલીનું લઘુતમ તાપમાન 16 ડીગ્રી, વડોદરાનુ લઘુતમ તાપમાન 17 ડીગ્રી, ગાંધીનગરનું લઘુતમ તાપમાન 14.9 ડીગ્રી, ડીસાનું લઘુતમ તાપમાન 14. 6 ડીગ્રી નોંધાયું છે. તો આ વચ્ચે જ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે નવી આગાહી કર છે. 25 ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધશે અને 22થી 25 ડિસેમ્બર સુધી ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની શક્યતા છે.

વધુમાં અંબાલાલે જણાવ્યું કે હવે ગુજરાતમાં ઠંડીની શરુઆત થશે અને તા.25થી 30 ડિસેમ્બર સુધી કડકડતી ઠંડી પડશે, જ્યારે માવઠું પણ થશે. આ સાથે જ વારંવાર વાતાવરણાં પલટો આવવાની વાત કરી. 12 અને 13 જાન્યુઆરી દરમિયાન દરિયા કિનારે જોરદાર પવન ફુકાશે સાથે જ હવામાનમાં પલટો આવશે. 17 અને 18 જાન્યુઆરીએ પણ હવામાનમાં પલટો આવશે અને 20 જાન્યુઆરીએ ઠંડી વધુ પડશે. ઉતર મધ્ય ગુજરાત વિશે વાત કરી તે ત્યાં લઘુતમ તાપમાન 8 ડીગ્રીથી નીચું જવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં નલિયામાં લઘુતમ તાપમાન 5 ડીગ્રી અસપાસ રહેવાની શક્યતા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!