Published by : Vanshika Gor
જ્યારથી ફિલ્મ શુભ યાત્રાનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું ત્યારથી દર્શકો આ ફિલ્મની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા હવે આજે ફિલ્મ ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે મનીષ સૈનિ દ્વારા નિર્દેશિત આ ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકર મોનલ ગજ્જર દર્શન જરીવાલા હેતુ કનોડીયા અર્ચના ત્રિવેદી અને જય ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે અમદાવાદ ફિલ્મ અને રાવડી પિક્ચર્સના બેનર હેઠળ બનેલી શુભ યાત્રા ફિલ્મ 28 એપ્રિલ 2023 ના રોજ દેશભરના રિલીઝ થઈ રહી છે.
આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા ની સાથે સાઉથ ના સુપરસ્ટાર અને હાલમાં જ વેબ સિરીઝ ફરજીમાં શાહિદ કપૂર સાથે જોવા મળેલા એક્ટર વિજય સેતુપતિ એ પણ ફિલ્મ શુભયાત્રાનું ટેલર પર શેર કર્યું છે તેમની ટ્વિટર પર ફિલ્મના ડાયરેક્ટર મનીષ સૈનિ અને એક્ટર મલ્હાર ઠાકર અને મોનલ ગજ્જર સહિતની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી મહત્વનું છે કે સાઉથમાં જ આ વાર્તા પર ‘Andavan kattalai’ ફિલ્મ બની હતી જેમાં વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં હતા આવમાં જ્યારે હવે આ વાર્તા પણ ગુજરાતી ફિલ્મ બનેલી જોઈ ત્યારે તેઓ ટ્રેલર જોઈ ભારે ઉત્સુક થયા હતા અને ટ્વિટ કર્યું હતું.
ફિલ્મી સૌની મહત્વની વાત કે સાઉથ નું મોટું પ્રોડક્શન હાઉસ ધરાવતું સ્ટાર કપલ નયન તારા અને વિગ્નેશ શિવન પોતાના રાવડી પિક્ચર્સ બેનર હેઠળ આ ફિલ્મ સાથે કો પ્રોડ્યુસર તરીકે જોડાયા છે મહત્વનું છે કે નયન તારા સાઉથની સુપરસ્ટાર એક્ટ્રેસ છે. નયન તારા અને વિગ્નેશ માટે આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે અને તેમનું કહ્યું છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી ઉજળી તકો છે અહીં ટેલેન્ટ ની ભરમાર છે તેમને આ વિષય પર કહાની પણ ગમી હતી એટલે એમને મનીષ સાથે મળીને આ તક અજમાવા માંગતા હતા.